F ટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

ટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે

ટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે


જોકે ટૅલ્કમ પાવડર આપણે વર્ષોથી વાપરીએ છીએ, પણ તેનો એટલો સારો ઉપયોગ આપણે ક્યારેય નથી કર્યો કે જેટલો થવો જોઇએ. આ સુગંધિત અને સ્મૂધ પાવડર સુગંધ આપવા અને પરસેવો શોષવાની સાથે જ ઘણુ બધુ કરી શકે છે. તો આપ જાણવા માંગો છો કે પાવડર સાથે આપ શું-શું કરી શકો છો ? આવો જોઇએ...
 ડ્રાય શૅમ્પૂનું રિપ્લેસમેંટ

ડ્રાય શૅમ્પૂનું રિપ્લેસમેંટ

ઑયલનું અવશોષણ કરવાના ગુણોનાં કારણે આ આપના વાળ માટે એક સારૂ શૅમ્પૂ બની શકે છે. જો આપના વાળ લિસ્સા અને છિતરાયેલા છે, તો આપ વાડરને તેમના મૂળમાં લગાવો. થોડુંક રગડો અને એક્સ્ટ્રા પાવડરને હટાવી દો. આ પાવડર વાળનું વધારાનું ઑયલ શોષી લેશે અને વાળને તરત રિફ્રેશ કરશે.
 પાંપણ માટે ખાસ

પાંપણ માટે ખાસ

આંખની પાંપણ પર બૅબી પાવડર છાંટવાથી આ લાંબી અને મોટી દેખાશે. ક્યૂ-ટિપને કામે લઈ ટૅલ્કમ પાવડરને પાંપણ પર મસકરાના પડ ઉપર લગાવો. તેનાથી મસકરો એકઠો નહીં થાય.
લિપસ્ટિકને સેટ કરવા માટે

લિપસ્ટિકને સેટ કરવા માટે

ટૅલ્કમથી માત્ર આપની લિપસ્ટિક સેટ નથી થતી, પણ આ બહુ વાર સુધી જળવાઈ પણ રહે છે. લિપસ્ટિક લગાવ્યા બાદ ટિશ્યુની નાની સીટ લગાવો. હવે આ ટિશ્યુ પર હળવુ પાવડર છાંટી લો. તેની ઉપર હવે ફરીથી લિપસ્ટિક લગાવી લો. હવે જોજો, આ વધુ વાર સુધી આપના હોઠોને રંગીન રાખશે.
વૅક્સને સ્મૂધ રાખે છે

વૅક્સને સ્મૂધ રાખે છે

વૅક્સ કરતા પહેલા ત્વચા પર ટૅલ્કમ પાવડર છાંટચવાથી ત્વચા કોમળ થાય છે અને દુઃખાવો નથી થતો પાવડરનું પડ ત્વચાનુ વધારાનું ભેજ શોષી લે છે અને વૅક્સ યોગ્ય રીતે વાળ હટાવી શકે છે. કારણ કે આ ત્વચા અને વૅક્સ વચ્ચે એક પડ બનાવે છે, તેથી તેનાથી દુઃખાવો પણ ઓછો થાય છે.
ચિકણાઈ રહિત ત્વચા

ચિકણાઈ રહિત ત્વચા

સામાન્ય રીતે ઉનાળા અને ભેજના દિવસોમાં પરસેવો મેકઅપને ખરાબ કરી દે છે. શું આપને લાગે છે કે ટૅલ્કમ પાવડરથી આપ આ પરસેવાથી છુટકારો પામી શકો છો ? આ મેકઅપને સેટ કરે છે અને ત્વચાને સ્મૂધ ફિનિશ આપે છે.
પરસેવાથી આઝાદી

પરસેવાથી આઝાદી

આપ ટૅલ્કમ પાવડરથી તરત જ પરસેવાથી મુક્તિ પામી શકો છો. આપ તેને અંડરઆર્મ્સ, ઘુંટણની પાછળ, સ્તનોની અંદર અને વચ્ચે લગાવી શકો છો અને પરસેવાથી દૂર સ્મૂધ તથા ફ્રેશ ત્વચા પામી શકો છો.
માટીને સરળતાથી હટાવે

માટીને સરળતાથી હટાવે

જો આપ કોઈ બીચ પરથી આવ્યા છો, તો આપના શરીર પર ઠેક-ઠેકાણે માટી ચોંટેલી હોઈ શકે છે. ત્વચા પર ટૅલ્કમ પાવડર રગડવું આ માટીને ઉતારવાની અત્યંત સારી રીત છે. બસ પાવડર છાંટો અને માટી હટાવો.
ખંજવાળ અને ત્વચાની રગડ ઓછી કરવી

ખંજવાળ અને ત્વચાની રગડ ઓછી કરવી

ત્વચા પર ખંજવાળ થાય છે, ત્યારે આપમાં શુષ્કપણુ હોય છે અને આપ તેને રગડી લો છો. આ પરસેવો એકત્ર થવાને કારણે થાય છે અને દર્દભર્યો હોઈ શકે છે. આ જગ્યાને આપ સુગંધ રહિત પાવડર છાંટચીને ડ્રાય રાખી શકો છો. આનાથી ત્વચા ઘર્ષણ રહિત અને કોમળ રહેશે.
દુર્ગંધયુક્ત જૂતાં ફ્રેશ કરવા માટે

દુર્ગંધયુક્ત જૂતાં ફ્રેશ કરવા માટે

આપ ટૅલ્કમ પાવડરથી જૂતાંની દુર્ગંધથી મુક્તિ પામી શકો છો. આપ જૂતાંની અંદર રાત્રે પાવડર છાંટી દો અને સવારે તેને ઝાપટી દો. આ રાત ભરમાં ભેજ અને દુર્ગંધ શોષી લેશે અને સવારે જૂતાં ફ્રેશ મળશે.
કપડાં સરળતાથી આવશે

કપડાં સરળતાથી આવશે

ઘણી વાર ઉનાળાના દિવસોમાં સ્કિન ફિટ જીંસ પહેરવામાં બહુ મુશ્કેલી થાય છે. આવું ખાસ તો પરસેવાનાં કારણે થાય છે. આપ તેનાથી મુક્તિ પામવા અને કપડાંને યોગ્ય રીતે ખસકાવવા માટે ત્વચા પર પહેલા ટૅલ્કમ પાવડર છાંટી શકો છો.

No comments