પુત્રના 18 વર્ષ પુરા થાય તે પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો
પુત્રના 18 વર્ષ પુરા થાય તે પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો
જ્યારે બાળકો મોટા થાય છે તો તેમના ઉછેરનું દાયિત્વ તેમના માતા-પિતા પર હોય છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે માતાનું કનેક્શન પોતાના પુત્ર અને પિતાનું કનેક્શન પોતાની પુત્રી સાથે હોય છે. પુત્રીઓને વધતી જતી ઉંમરની સાથે ઘણા પ્રકારની શિખામણો અને સૂચનો આપવામાં આપે છે જ્યારે તે શિખામણોને પુત્રોને પણ આપવી જરૂરી હોય છે.
દરેક મહિલાએ પોતાના પુત્રને 5 વર્ષની ઉંમરથી જ કેટલીક શિખામણ આપી દેવી જોઇએ. તેનાથી તેમનો વિકાસ સારી રીતે થાય છે અને તે મોટા થઇને એક જવાબદાર તથા આદર્શ વ્યક્તિ બને છે. 18 વર્ષની ઉંમર પહેલાં જ દરેક માતાએ પોતાના પુત્રને નીચે આપેલી વાતો શિખવાડવી જોઇએ.
પુત્રના 18 વર્ષ પુરા થતાં પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો
1. રસોડા ફક્ત છોકરો માટે હોતા નથી:
ઘણા લોકો, છોકરાઓને કોઇ કામ કરવા દેતા નથી. તે કહે છે કે રસોડામાં કામ કરવું છોકરીઓનું કામ છે. આમ ન કરવું જોઇએ, પરંતુ પુત્રને જણાવો કે રસોડામાં કામ કરવું ફક્ત ફીમેલનું નથી પરંતુ મેલનું પણ કામ છે. તેમને બેસિક કુકિંગ પણ શિખવાડો.
2. બેસિક કુકિંગ
12 વર્ષની ઉંમર બાદ બાળક, પરિપક્વ થવા લાગે છે. તેને તમે આ અવસ્થામાં બેસિક કુકિંગ જેમ કે ચા બનાવવી, સેંડવિચ બનાવવી વગેરે શિખવાડવું જોઇએ.
3. શારીરિક હિંસાથી દૂર
છોકરાને શારીરિક હિંસાથી દૂર રહેવાનું કહો.
4. મહિલાઓનું સન્માન
દરેક મહિલાને પોતાના પુત્રને મહિલાઓનું સન્માન કરવાની શિખામણ આપવી જોઇએ.
5. ભાવનાત્મ થવું
ઘણી મહિલાઓ પોતાના પુત્રને રડતી વખતે કહે છે કે તું છોકરી છે શું... આમ ન કહો. ભાવનાત્મક હોવું શરમજનક વાત નથી. આમ કરવાથી તમે તે બાળકની સાથે અન્યાય કરી રહ્યાં છે.
6. દયાભાવ
પુત્રને જણાવો કે તેના મનમાં બધા પ્રત્યે દયાભાવ રાખવો જોઇએ. ક્રૂર બનવું, એકદમ શરમજનક વાત છે. પ્રાણીઓ સાથે પ્રેમ કરવો અને બધાને પ્રેમ કરતા શિખવાડો.
7. બેસિક લાઇફ
સ્કિલ્સ ઘરેલૂ કામકાજ પણ દરેક છોકરાને શિખવાડવા જોઇએ જેથી તેના જીવનમાં નાનાથી માંડીને મોટા કામ માટે કોઇનું મોઢું ન જોવું પડે.
No comments