ડૅંડ્રફ હટાવવાનાં 20 ઘરગથ્થુ નુસ્ખાઓ
ડૅંડ્રફ હટાવવાનાં 20 ઘરગથ્થુ નુસ્ખાઓ
સતત ખંજવાળવાથી પરિસ્થિતિઓ વધુ વણસી જાય છે અને દાણા પડી જાય છે. ડૅંડ્રફ હટાવતા શૅમ્પુ ખરીદવાનું ચીલાચાલુપણુ છોડી દો અને નીચે આપેલા 20 ઘરગથ્થુ નુસ્ખાઓ અપનાવો કે જે આપની ડૅંડ્રફની ચિંતાઓ સમાપ્ત કરી દેશે. આજે માથામાં ડૅંડ્રફની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચુકી છે. તેના કારણ વાળ ઉતરવા તથા ખંજવાળ ઊભી થવા જેવી સમસ્યાઓ પેદા થઈ જાય છે, પરંતુ તે પહેલા કે આપ આ સમસ્યાનો ઇલાજ શોધો, તે પહેલા ડૅંડ્રફ પાછળનાં કેટલાક આશ્ચર્યજનક તથ્યો જાણી લો.
આપણામાંનાં ઘણઆ લોકો એમ માને છે કે માથામાં ડૅંડ્રફ ત્યારે જ થાય છે કે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય, પરંતુ આ કારણ તદ્દન ખોટુ છે, કારણ કે તેની પાછળ છુપાયેલી છે એક યીસ્ટ કે જે માથાની મૃત ત્વચાને ખાઈ જાય છે અતા માથામાં જામેલા તેલને. તેથી આપણા માથાની ત્વચાની કોશિકા બહુ ઝડપથી ઝરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે આપણા માથામાં ડૅંડ્રફ થઈ ગયો છે.
લિંબુથી ધુવો
3-4 લિંબુઓની છિલકા ઉતારી તેમને 4-5 કપ પાણીમાં 15-20 મિનિટ માટે ઉકાળો. જ્યારે ઠંડુ થઈ જાય, ત્યારે આ મિશ્રણ વડે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર પોતાના વાળ ધોઈ લો.
મેથી વડે સારવાર
2 ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાડો અને બીજી સવારે તેમને પીસીને લેપ બનાવી લો. આ લેપને પોતાના વાળ તથા માથા પર ઓછામાં ઓછી 30 મિનિટ માટે લગાવો. 30 મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ નાંખો. શ્રેષ્ઠ પરિણામ માટે આ પ્રક્રિયા ચાર અઠવાડિયા માટે દોહરાવો.
લિંબુનાં રસથી માલિશ
સ્નાન કરતા પૂર્વે લિંબુના રસથી પોતાના માથાની માલિશકરો. 15થી 20 મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ લો. આ ઉપચાર ચિપચિપુપણુ પણ દૂર કરે છે, ડૅંડ્રફને રોકે છે અને આપનાં વાળને ચમકદાર નાવે છે.
વિનેગરથી સારવાર
વિનેગર (સરકો) તેમજ પાણીનું સરખા પ્રમાણમાં એક મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને પોતાના માથે લગાવી રાત ભર માટે છોડી દો. બીજી સવારે પોતાના વાળને બાળકોનાં શૅમ્પૂથી ધોઈ લો.
દહીંનો ઘોળ
પોતાના માથા તેમજ વાળ પર જરાક દહીં લગાવી ઓછામાં ઓછું એક કલાક ઇંતેજાર કરો. તે પછી સૌમ્ય શૅમ્પૂથી તેને સારી રીતે ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં લઘુત્તમ બે વાર કરો.
આપનાં વાળ માટે ઇંડા
બે ઇંડાઓને ફેંટીને બનેલા લેપને પોતાના માથે લગાવો અને એક કલાક બાદ સારી રીતે ધોઈ લો. આ ઉપચારથી આપના વાળમાંથી ડૅંડ્રફ જતો રહેશે અને વાળ ઉતરવામાં ઘટાડો થશે.
વૉર્મ તેલની માલિશ
બદામ, નાળિયેર કે ઓલિવનાં વૉર્મ તેલથી માથાની માલિશ કરવાથી ડૅંડ્રફ ઓછો થશે. માલિશ બાદ તેલને માથા પર આખી રાત માટે છોડી દો.
એલોવેરાનો પ્રયોગ
સ્નાન કરતા 20 મિનિટ પહેલા એલોવેરા જૅલ પોતાના માથા પર લગાવો. 20 મિનિટ માટે છોડ્યા બાદ વાળને શૅમ્પૂથી ધુઓ.
નાળિયેર તેલ
1 ચમચી લિંબુનાં રાસ સાથે 5 ચમચી નાળિયેર તેલનું મિશ્રણ બનાવો અને તેને માથા પર લગાવો. આ મિશ્રણ લગાવવાનાં 20થી 30 મિનિટ બાદ સારી રીતે શૅમ્પૂથી માથુ ધોઈ લો.
પોતાના માથાને સફરજન દ્વારા બચાવો
સફરજન અને સંતરાની સરખી માત્રા લઈ તેનો લેપ બનાવી લો અને પછી તેને માથા પર લગાવો. આ લેપ લગાવવાનાં 20થી 30 મિનિટ બાદ માથુ શૅમ્પૂ વડે ધોઈ લો.
લિમડાના પાનનો લેપ
લિમડાના કેટલાક પાંદડાઓને પાતળું પીસી લેપ બનાવી લો અને સીધું જ પોતાના સૂકા માથા પર લગાવો. આ લેપ એક કલાક સુધી રાખ્યા બાદ ગરમ કે ઠંડા પાણીથી માથુ ધોઈ લો.
તુલસીનો જાદુ
તુલસી અને આંબળાનાં પાવડરને પાણી સાથે મેળવી લેપ બનાવો. આ લેપની માલિશ માથા પર કરો. લગભગ અડધા કલાક માટે લેપ રહેવા દો. તે પછી પાણી અને શૅમ્પૂની મદદથી વાળને સારી રીતે ધોઈ લો.
ડૅંડ્રફ માટે લસણ
2 ચમચી લસણના પાવડર સાથે એક ચમચી લિંબુ રસ મેળવી લેપ બનાવો. આ લેપ માથા પર લગાવી 30થી 40 મિનિટ સુધી રાખો. પછી તેને શૅમ્પૂ કે ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો.
અરીઠો
આપ અરીઠા વાળા સાબુનો ઉપયોગ કરી શકો છો અથવા અરીઠા પાવડરનો પાતળો લેપ બનાવી પોતાના માથે લગાવો. તેને 2 કલાક બાદ શૅમ્પૂ અને ઠંડા પાણીથી ધોઈ લો.
ડુંગળીનો લેપ
પોતાના માથા પર ડુંગળીનો લેપ લગાવો અને તેને એક કલાક સુધી રહેવા દો. તેને સારી રીતે ધોયા બાદ તાજા લિંબુ રસથી માલિશ કરો કે જેથી વાળમાંથી ડુંગળીની ગંધ નિકળી જાય.
આદુ અને બીટનો લેપ
થોડુક આદુ અને બીટને પીસી લેપ બનાવો. આ લેપથી માથા પર માલિશ કરો અને આખી રાત માટે છોડી દો. બીજી સવારે સારી રીતે ધોઈ લો. આ પ્રક્રિયાને 4થી 5 રાત્રિઓ માટે દોહરાવો.
બેસન ઉપચાર
દહીં સાથે મેળવી બેસનનો લેપ પોતાના માથા પર લગાવો. 20થી 30 મિનિટ બાદ ઠંડા પાણીથી ધુઓ.
બેકિંગ સોડા સારવાર
શૅમ્પૂ કરતી વખતે એક ચપટી બેકિંગ સોડા પોતાનાં વાળમાં નાંખી માલિશ કરો. 15થી 20 મિનિટ બાદ તેને ધોઈ નાંખો.
રોઝમેરી ટેક્નિક
રોઝમેરીના પાનને વિનેગર (સરકો) સાથે નિચોડો અને પછી તેને પોતાના માથા પર 15થી 20 મિનિટ માટે લગાવો. પછી સારી રીતે વાળ ધોઈ લો. ડૅંડ્રફની સારવાર માટે આપ માથા પર રોઝમેરીનું તેલ અને નાળિયેર તેલનું મિશ્રણ પણ લગાવી શકો છો.
નિયમિત રીતે વાળ ધુઓ
પ્રાકૃતિક ઘરગથ્થુ નુસ્ખાઓથી આપના વાળને દરરોજ અથવા એકાંતર દિવસે ધોઈ ડૅંડ્રફથી બચાવી શકાય છે. વાળનું ધ્યાન રાખી અને માથાની વ્યવસ્થિ સફાઈ કરવાથી પણ ડૅંડ્રફથી બચી શકાય છે.
No comments