F પેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

પેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન

પેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન


આપણામાંથી ઘણા બધા લોકો આજે ઓવરવેટ છે અને બહાર નિકળેલી ફાંદથી પરેશાન છે. આવું શરીરમાં એનર્જીનાં ઇમબૅલેંસનાં કારણે થાય છે. આ ઇમબૅલેંસથી ફૅટનાં સેલ્સ બૉડીની અંદર જમા થવા લાગે છે, પરંતુ આ ઇમબૅલેંસને સાજુ કરવા માટે આયુર્વેદ આપણી મદદ કરી શકે છે.
પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.
હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો. સાથે જ તેમાંથી મોજૂદ એંટી-ઑક્સીડંટ ગુણો શરીરનું મેટાબૉલિઝ્મ વધારે છે અને ભૂખ ઓછી કરે છે.
તેમાં કુર્કૂમિન હોય છે કે જે શરીરમાં ફૅટ જામતા રોકે છે. આ જ રીતે લિંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે. તો આવો જોઇએ કે આ જાદુઈ કૉમ્બિનેશન કેવી રીતે કામ કરે છે ?
હળદર-લિંબુ-ગરમ પાણી

હળદર-લિંબુ-ગરમ પાણી

1 કપ ગરમ પાણીમાં અડધું લિંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. આપ તેમાં મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે. તેને હુંફાળું જ પી જાવો.
હળદર-લિંબુ ગોલ્ડન પેસ્ટ

હળદર-લિંબુ ગોલ્ડન પેસ્ટ

એક વાટકીમાં લિંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો. આપ આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો. તેને ભોજન બાદ ખાવો, કારણ કે નરણા કોઠે કાચી હળદર ખાવાથી પેટમાં એસિડ વધશે.
હળદર-લિંબુની ચા

હળદર-લિંબુની ચા

મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2 ટી સ્પૂન લિંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. આચ ધીમી કરો અને પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. આંચને બંધ કરી આ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.
હળદર અને લિંબુનો કૉમ્બો સલાડ

હળદર અને લિંબુનો કૉમ્બો સલાડ

પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.
સાવચેતી

સાવચેતી

આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે. જો આપને ગઠિયા, કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે, કોઈ સર્જરી થવાની છે, તો આપ પોતાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો. અને હા, જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો, તો પણ સાવચેતી રાખો

No comments