કિચનના આ મસાલાઓમાં છે આયુર્વેદની તાકાત, આટલી સમસ્યાઓ મૂળમાંથી કરે છે સમાપ્ત
કિચનના આ મસાલાઓમાં છે આયુર્વેદની તાકાત, આટલી સમસ્યાઓ મૂળમાંથી કરે છે સમાપ્ત
આપને આજે અમે તે મસાલાઓની વાત કરીશું કે જે આપના કિચનમાં હોય છે. કેટલાક એવા મસાલાઓ પણ હોય છે કે જે આપના ભોજનમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત આપને ઘણા પ્રકારના રોગોથી પણ આઝાદ રાખે છે.
આ મસાલાઓનો ઉપયોગ આયુર્વેદમાં પણ જણાવાયો છે. તેમને આપ એક ઔષધિની જેમ પણ ઉપયોગ કરી શકો છો. ઘણા રોગોના નિવારણ માટે આ મસાલાઓનો ઉપયોગ કરાય છે.
આપ જે રસોઈ બનાવો છો, તેમાં જો મસાલા ન હોય, તો આપને ભોજન બિલ્કુલ ફીકુ અને બિનરંગી લાગશે. ઘણા લોકો એમ કહેતા પણ જોવા મળે છે કે આપના શરીર માટે વધુ મસાલો ખાવો હાનિકારક હોય છે.
પરંતુ જો મસાલાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે આપના માટે વરદાન પણ બની શકે છે. આવો આજે આ જ વિશે વાત કરીએ કે તે કયા મસાલાઓ છે કે જે આપના આરોગ્યને બીજી રીતે પણ ફાયદો પહોંચાડી શકે છે.
જીરૂંનો ઉપયોગ
માતાઓનું દૂધ વધી જાય છે
આપને જણાવી દઇએ કે જીરૂંના ઉપયોગથી સ્તનપાન કરાવતી મહિલાઓને બહુ આરામ મળે છે. જીરૂં અને મિશ્રીને સરખા પ્રમાણમાં વાટી 5 ગ્રામ મિશ્રણ સવાર-સાંજ દૂધ સાથે લેવાથી માતાઓનું દૂધ વધી જાય છે. 3 ગ્રામ જીરૂંનો પુડ ગોડ સાથે ખાવાથી માતાનું દૂધ વધી જાય છે. તેનો ઉપયોગ આપે કરવો જોઇએ.
ગુમડાં-ફુંસીઓ માટે
આપને જો સ્કિન સંબંધી સમસ્યાઓ છે, તો આપે બિલ્કુલ પણ ગભરાવવાની જરૂર નથી. તેના માટે આપે સફેદ જીરૂં ઉકાળીને તે પાણીથી થોડાક દિવસ મોઢુ ધોવાનું છે કે જેનાથી ગુમડાં-ફુંસી અને તેના ડાઘા દૂર થાય છે. દરેક પ્રકારના ચર્મ રોગોમાં આરામ મળે છે.
લિકોરિયાથી આરામ
જો આપને લિકોરિયાની સમસ્યા છે, તો આપે જીરૂંનો ઔષધિની જેમ ઉપયોગ કરી લિકોરિયાથી બચવું જોઇએ. તેના માટે જીરૂં અને મિશ્રી સરખા પ્રમાણમાં વાટી 2થી 5 ગ્રામ મિશ્રણ ચોખાના પાણી સાથે લેવાથી શ્વેત પ્રદરમાં ફાયદો થાય છે. આ અસરકારક ઘરગથ્થુ ઉપાય છે.
ધાણાના બીજ
પિત્તના રોગોમાં આરામ
જો આપને પિત્ત સંબંધી સમસ્યાઓ છે, તો ધાણાના બીજનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી આપની આ સમસ્યા દૂર થઈ જશે. તેના માટે આપે પિત્તજન્ય રોગોમાં ધાણાના બીજ વરિયાળી તથા આંબળા સરખા પ્રમાણમાં ચૂર્ણ બનાવી અને તેમાં તેટલા જ પ્રમાણમાં મિશ્રી નાંખી આ મિશ્રણ 0 ગ્રામ એક ગ્લાસ પાણીમાં 6 કલાક પલાડી રાખવું અને ગાળીને દરરોજ પીવાથી ફાયદો થાય છે. તેનો જરૂર ઉપયોગ કરો.
માથાના દુઃખાવા અને અનિદ્રાથી આરામ
જો આપને માથાના દુઃખાવા અને અનિદ્રાથી લઈ વૉમિટ જેવી સમસ્યાઓ રહે છે, તો આપે તેનું સેવન કરવું જોઇએ. તેના માટે કોથમીરના રસમાં ખાંડ મેળવી પીવાથી અનિદ્રા, વૉમિટ અને માથાના દુઃખાવામાં ફાયદો થાય છે. આ એક અસરકારક ઘરગથ્થુ સમાધાન છે.
શૌચ પહેલા કરો સેવન
તેને પેટ સંબંધી સમસ્યાઓમાં સૌથી અસરકારક માનવામાં આવે છે. ભોજનના તરત બાદ શૌચ જવાની આદત છે, તો 2 ગ્રામ ધાણાના બીજના પાવડરને લઈ તેમાં થોડુંક સિંધવ મીઠું મેળવી ભોજન બાદ લેવાથી ફાયદો થાય છે.
વરિયાળીનું સેવન
મોઢાની સમસ્યાઓમાં આરામ
આપને જો મોઢા સાથે સંબંધિત સમસ્યાઓ છે, તો આપે તેનું સેવન કરવું જોઇએ. આ આપના માટે બહુ ફાયદાકારક છે. વરિયાળી અને મિશ્રી ચાવી-ચાવીને ખાવાથી નેત્રજ્યોતિ વધે છે અને પિત્તનું શમન થાય છે.
ભોજન બાદ વરિયાળી ખાવાથી મોઢાના છાલા અને દુર્ગંધ સમાપ્ત થઈ જાય છે.
ઝાડામાં આરામ
જો આપને ઝાડા થઈ જાય છે, તો તેના માટે વરિયાળી બહુ અસરકારક ઘરગથ્થુ નુસ્ખો છે. તેના માટે આપે અડધી ચમચી સૂંઠ અને 1 ચમચી વરિયાળીનો કાઢો બનાવી સવાર-સાંજ પીવાથી ઝાડામાં આરામ મળે છે.
પેટ સાફ કરે છે.
વરિયાળી ખાવાથી આપનું પેટ સાફ થાય છે. તેના માટે 1 ચમચી વરિયાળી પાવડર રાત્રે પાણી સાથે પીવાથી પેટ સાફ થાય છે. આ એક અસરકારક ઘરગથ્થુ નુસ્ખો છે.
શરબત બનાવીને પીવાનો ફાયદો
5 ગ્રામ વરિયાળી અને 5 ગ્રામ મિશ્રી વાટીને શરબત બનાવી પીવાથી માથાના દુઃખાવામાં આરામ મળે છે. તેનુ સેવન આપે જરૂર કરવું જોઇએ. આ આપના માથાને આરામ પહોંચાડે છે.
No comments