F વારંવાર પેશાબ આવવાની સમસ્યાને દૂર કરો, આ રહ્યાં ઘરેલુ ઉપાય - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

વારંવાર પેશાબ આવવાની સમસ્યાને દૂર કરો, આ રહ્યાં ઘરેલુ ઉપાય

વારંવાર પેશાબ આવવાની સમસ્યાને દૂર કરો, આ રહ્યાં ઘરેલુ ઉપાય




જો તમે દિવસભર વારંવાર પેશાબ જવાની સમસ્યાથી પરેશાન છો તો કેટલાક પ્રકારના ઘરેલુ ઉપાય તમારી મદદ કરી શકે છે. વારંવાર પેશાબ જવાનું કોઇને પણ પસંદ નથી. જો તમે દિવસમાં 4-5 વાર પેશાબ જાવ છો તો આ એક નોર્મલ વાત છે પરંતુ જ્યારે આ વધીને 8 વખત થઇ જાય તો તેના પર વિચાર કરવો જરૂર બની જાય છે.
વારંવાર પેશાબ જવાના ઘણા કારણો હોઇ શકે છે. જો તમારું મૂત્રાશય (બ્લેડર) ગરમ થઇ જાય છે અથવા તમે મૂત્ર પથ સંક્રમણથી બિમાર છો, તો તમે આ સમસ્યાનો સામનો કરી શકો છો. મોટાભાગે વારંવાર પેશાબ જવાની પરેશાની ડાયાબિટીસના રોગના લક્ષણોમાં સામાન્ય હોય છે.
સાથે જ વધુ દારૂ, ચા અથવા કોફી લેવાથી પણ આ થાય છે. જો તમારી આ સમસ્યા વધુ મોટી થઇ ચૂકી છે તો ડોક્ટર પાસે પણ ચર્ચા કરો. વારંવાર પેશાબ જવાની સમસ્યાથી છુટકારો અપાવવામાં અમારા ઘરેલૂ નુસખાને પણ નજરઅંદાજ ન કરવા જોઇએ કારણ કે તેનાથી તાત્કાલિક લાભ મળે છે.
દાડમ પેસ્ટ

દાડમ પેસ્ટ

આ મૂત્રાશયની ગરમીને ઓછી કરે છે. દાડમની છાલની પેસ્ટ બનાવો અને તેનો નાનો ભાગ પાણીની સાથે દિવસમાં બે વખત ખાવ. આમ 5 દિવસ સુધી કરો, તમને તેનાથી આરામ મળશે.
કુલથીનો પ્રયોગ

કુલથીનો પ્રયોગ

કુલથીમાં કૈલ્શિયમ, આયરન અને પોલીફિનોલ હોય છે, જો કે એન્ટીઓક્સિડેંટથી ભરપુર હોય છે. થોડી કુલથીને ગોળ સાથે રોજ સવારે લેવાથી મૂત્રાશયની ખરાબી દૂર થાય છે.
તલના બીજ

તલના બીજ

તલના દાણામાં એંટી ઓક્સીડેંટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. તમે તેને ગોળ અથવા પછી અજમા સાથે સેવન કરી શકો છો.
મધ અને તુલસી

મધ અને તુલસી

એક ચમચી મધની સાથે 3-4 તુલસીના પાંદડા મિક્સ કરો અને ખાલી પેટે સવારે ખાવ.
દહીં

દહીં

દહીંને દરરોજ જમવાની સાથે ખાવું જોઇએ. તેમાં હાજર પ્રોબાયોટિક બ્લેડરમાં ખતરનાક બેક્ટેરિયાને વધતાં રોકે છે.
મેથી

મેથી

મેથી પાવડરને સુકુ આદુ અને મધની સાથે મિક્સ કરી પાણી સાથે ખાવ. આમ દર બે દિવસે કરો. તમને પરિણામ સ્પષ્ટ જોવા મળશે.
જરૂરી તેલ

જરૂરી તેલ

ચંદન, લોબાન અને ટી ટ્રી ઓઇલ જેવા જરૂરી તેલો વડે તમારા પ્રાઇવેટ પાર્ટની માલિશ કરવાથી તે જગ્યાની બળતરા અને વારંવાર પેશાબ આવવાની પરેશાની ખતમ થઇ જાય છે. બેસ્ટ રિજલ્ટ માટે અરોમા થેરેપિસ્ટની સલાહ લો.
બેકિંગ સોડા

બેકિંગ સોડા

આ પેશાબના પીએચ બેલેન્સને નિયંત્રિત કરશે. અડધી ચમચી બેકિંગ સોડાને 1 ગ્લાસ પાણીની સાથે મિક્સ કરીને પીઓ.
ઉકળેલ પાલક

ઉકળેલ પાલક

જો તમે રાત્રે ડિનરના રૂપમાં ઉકાળેલ પાલક ખાવ છો તો વારંવાર પેશાબ જવાની સમસ્યા પર થોડો વિરામ લાગી શકે છે. આ તમાને પોષણ પણ આપશે.
ખૂબ પાણી પીવો

ખૂબ પાણી પીવો

તમે જેટલું વધુ પાણી પીશો એટલું તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને કિડનીમાંથી ગંદકી નિકળશે. એક પુરૂષને દરરોજ લગભગ 3 લીટર પાણી પીવું જોઇએ.

No comments