માત્ર દૂધમાં જ નહીં,પણ આ 20 વસ્તુઓમાં પણ છે જોરદાર કૅલ્શિયમ
માત્ર દૂધમાં જ નહીં,પણ આ 20 વસ્તુઓમાં પણ છે જોરદાર કૅલ્શિયમ
કૅલ્શિયમ એક આવશ્યક ખનિજ જ નહીં, પણ આ આપણા હાડકાંઓને પણ મજબૂત બનાવે છે. તેથી જો આપને લાગે છે કે કૅલ્શિયમ પામવા માટે કાયમ દૂધ ઉપર જ ભરોસો કરવો પડશે, તો આપ આ લેખ જરૂર વાંચો. આપણા માટે આ બહુ મહત્વનું છે કે આપણને પોતાનાં આહારમાં કૅલ્શિયમની એક ચોક્કસ રાશિ મળે.
બસ યાદ રાખો : જો આપનાં શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઓછુ છે, તો આ ખાદ્ય પદાર્થોમાંથી કૅલ્શિયમની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે વિટામિન ડી આપના ભોજનમાંથી કૅલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે.
1. દહીં
અમે સાદા અને ખાટા દહીં વિશે વાત કરી રહ્યાં છીએ કે જે મોટાભાગે ભારતીય ઘરોમાં દરરોજ તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકોને લૅક્ટોઝથી એલર્જી હોય છે, તો આવામાં દહીં બિલ્કુલ યોગ્ય રહેશે. તેમાં દૂધ જેટલું જ કૅલ્શિયમ હોય છે, બસ ખાંડ ન મેળવો.
2. સારડીન
આપ તમામ બિનશાકાહારીઓ માટે સારડિન એક સસ્તી દરિયાઈ માછલી છે કે જે ભારત ભરમાં માછલી બાજાર તથા બજેટ રેસ્ટોરંટમાં અને ખાસ કરીને દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ ભારતના કાંઠાળરાજ્યોમાં જોવા મળે છે અને કારણ કે એક સારડિન 33 ટકા સુધી કૅલ્શિયમનો પુરવઠો કરી શકે છે, તેથી તેને જરૂર ખાવો.
3. ચીઝ
ચીઝ વધુ એક સરળતાથી ઉપલબ્ધ ડૅરી પ્રોડક્ટ છે કે જે કૅલ્શિયમ સાથે પૅક કરવામાં આવે છે. હકીકતમાં, પર્મિયન ચીઝમાં કૅલ્શિયમનું ઉચ્ચતમ પ્રમાણ હોય છે કે જે કોઈ પણ ચીઝમાં નથી હોતું.
4. સૂકા અંજીર
અંજીર આપના માટે સારા છે, કારણ કે તે ન માત્ર કૅલ્શિયમનું એક મોટુ સ્રોત છે, પણ તેમાં ઢગલાબંધ ફાઇબર અને આયર્ન પણ મોજૂદ હોય છે.
5.લીલી પાનદાર શાકભાજીઓ
બ્રોકોલીથી પાલક સુધી, લીલી પાનદાર શાકભાજીઓ ઘણા બધા આવશ્યક ખનિજોથી સમૃદ્ધ હોય છે કે જેમાં કૅલ્શિયમનો પણ સમાવેશ થાય છે.
6. બદામ
બદામ વિટામિન ઈ અને કૅલ્શિયમથી સમૃદ્ધ હોય છે, પરંતુ બહુ વધુ પ્રમાણમાં ખાવામાં આવે, તો ગરમી પેદા કરે છે. કૃપયા એક દિવસમાં માત્ર એક મુટ્ઠી ભર બદામ જ ખાવી.
7.ઝીંગા
ઝીંગા કૅલ્શિયમથી સમૃદ્ધ છે, પરંતુ જ્યારે આપ તેમને ઓવરકુક કરી દો છો, તો તેમાંનુ કૅલ્શિયમ ગુમાવી દો છો. તો નક્કી કરો કે આપ તેમને વધુ વાર સુધી નહીં ઉકાળશો.
8.તલ
તેની 1 ચમચીમાં દૂધનાં 1 ગ્લાસ જેટલું કૅલ્શિયમ હોય છે.
9. ટોફૂ
ટોફૂ સોયાબીનમાંથી બનાવવામાં આવે છે કે જેમાં ઘણુ બધુ કૅલ્શિયમ હોય છે.
10. નારંગી
નારંગી શિયાળામાં બહુ ખાવામાં આવે છે અને તેમાં ઢગલાબંધ કૅલ્શિયમ પણ હોય છે.
11. સોયા દૂધ
સોયા દૂધ સામાન્ય રીતે તે લોકો પીવે છે કે જેમને લૅક્ટોઝ ઇંટોલરંસ હોય છે. હકીકતમાં તેમાં અસલી દૂધ જેટલું તો કૅલ્શિયમ નથી હોતું, પરંતુ 300 એમજી પ્રતિ ઔંશ જરૂર હોય છે.
12. ઓટમીલ
ઓટ્સ કૉનપ્લેટ્સની સરખામણીમાં બહુ હેલ્ધી હોય છે અને બહુ મોંઘા પણ નથી. ઓટ્સમાં ઢગલાબંધ ફાયબર તથા કૅલ્શિયમ હોય છે.
13. ભિંડી
ભિંડીમાં ઢગલા બંધ પોષક તત્વો હોય છે કે જેમાં ખાસ તો કૅલ્શિયમ પણ વધારે હોય છે. એક વાટકી ભિંડીમાં આપને 175 એમજી સુધીનું કૅલ્શિયમ પ્રાપ્ત થશે.
14. કેકડા
કેકડાનું મીટ મીઠું લાગે છે કે જેમાં ઢગલાબંધ મિનરલ્સ હોય છે. 1 કપ કેકડાના મીટમાં લગભગ 123 એમજી કૅલ્શિયમ હોય છે.
15. બાફેલા ઇંડા
એક બાફેલા ઇંડામાં 50 મિલીગ્રામ કૅલ્શિયમ હોય છે. આ ઉપરાંત બાફેલા ઇંડા પ્રોટીન તેમજ વિટામિન એથી પણ ભરપૂર હોય છે.
16. આંબલી
ઊપર જણાવેલી યાદીની સરખામણીમાં આંબલીમાં એટલુ કૅલ્શિયમ નથી હોતું, પરંતુ હા, આ પોટેશિયમ અને ફાયબરથી સમૃદ્ધ છે.
17. ખજૂર
કૅલ્શિયમ અને આયર્નની વાત આવે છે, તો ખજૂર આપનો સર્વશ્રેષ્ઠ મિત્ર છે. આ ઉપરાંત તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
18. સીતાફળ
સીતાફળ ખાવા માટે થોડો સમય લાગે છે, પરંતુ તે કૅલ્શિયમ અને અન્ય મહત્વના પોષક તત્વોથી બહુ ભરપૂર હોય છે.
19. સોયાબીન
અમે પહેલા જ આ યાદીમાં સોયા દૂધ અને ટોફૂ પર ચર્ચા કરી છે કે જેમાં બંને સોયાબીન ઉત્પાદનો છે. તેથી આ યાદી પૂર્ણ નહીં ગણાય, જો અમે અહીં સોયાબીનનો ઉલ્લેખ ન કરીએ.
20.બ્રોકોલી
100 ગ્રામ કુરકુરા બ્રોકોલી આપને 47 મિલીગ્રામ કૅલ્શિયમ સુધી આપી શકે છે કે જે બહુ વધારે છે. તો નિશ્ચિત રીતે તેનો પોતાનાં આહારમાં જરૂર સમાવેશ કરો
No comments