સવારે ઉઠતા જ 60 સેકન્ડની અંદર પાણી પીવો. થશે ફાયદા જ ફાયદા
સવારે ઉઠતા જ 60 સેકન્ડની અંદર પાણી પીવો. થશે ફાયદા જ ફાયદા
જેવા આપ ઉઠો કે તરત જ એક ગ્લાસ પાણી પીવો, કારણ કે તેનાથી આરોગ્યને ઘણા લાભો થાય છે.
જેવા આપ ઉઠો કે તરત જ એક ગ્લાસ પાણી પીવો, કારણ કે તેનાથી આરોગ્યને ઘણા લાભો થાય છે. વધુ પાણી પીને આરોગ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
પોતાનાં દિવસની શરુઆત શરીરને હાઇડ્રેટ કરવાથી કરો અને આ આપના માટે બહુ સારૂં છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, તો આપણે અંદરથી સમ્પૂર્ણપણે સૂકા થઈ ચુક્યા હોઇએ છીએ.
જ્યારે આપણે ઊંઘીએ છીએ, તો પણ આપણું શરીર કામ કરતું રહે છે. જ્યારે આપણે જાગેલા હોઇએ છીએ, ત્યારે આપણે પોતાને હાઇડ્રેટ કરવાનું નથી ભૂલતાં, પરંતુ જ્યારે આપણે ઊંઘી જઇએ છીએ, ત્યારે આવું થતું નથી.
નરણે કોઠે પાણી પીવાથી શરીરની સફાઈ થાય છે. તેનાથી શરીર રિચાર્જ થાય તથા શરીરની અન્ય તમામ પ્રક્રિયાઓ ઉત્સાહ સાથે શરૂ થાય છે. આ લેખમાં અમે બતાવ્યું છે કે સવારે પાણી પીવું આરોગ્ય માટે કઈ રીતે લાભકારક છે.
માટે આ જાણવા માટે આગળ વાંચો કે આપે ઉઠવાનાં 60 સેકન્ડ્સની અંદર નરણે કોઠે પાણી કેમ પીવું જોઇએ, આગળ વાંચો.
1. પાચનની પ્રક્રિયા પ્રારંભ થાય છે :
સવારે એક મોટું ગ્લાસ પાણી પીવાથી આપની પાચન પ્રક્રિયા 1.5 કલાક સુધી 24 ટકા વધી જાય છે.
2. ઝેરી પદાર્થો બહાર નિકળીજાય છે.
કિડનીઓ લોહીમાં એકત્ર થયેલા ઝેરને કાઢવાનું કામ કરે છે અને તે લોહીમાંથી તમામ અશુદ્ધિઓ દૂર કરે છે. માટે આ કામ માટે તેમને વધુ પ્રમાણમાં તરળ પદાર્થની જરૂર હોય છે.
3. ઓછુ ખાવો :
તરસને ક્યારેક-ક્યારેક ભૂલમાં ભૂખ સમજી લેવાય છે. માટે માત્ર એક ગ્લાસ પાણીથી જ આપ સંતુષ્ટ થઈ શકો છો અને આપનું પેટ ભરાઈ જાય છે. આનાથી આપને ખબર પડી જશે કે જાગ્યાનાં 60 સેકન્ડ્સની અંદર આપે પાણી કેમ પીવું જોઇએ.
4. શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે :
પોતાને હાઇડ્રેટ રાખવાથી આપની લસિકાનું માળખું સારૂ બની રહે છે. તે આપને બીમારીઓ સામે લડવામાં સહાય કરે છે.
5. ત્વચાને સુંદર બનાવવામાં સહાયક હોય છે :
જો આપનું શરીર હાઇડ્રેટ રહે છે, તો આપની ત્વચા કોમળ, નરમ અને સ્વચ્છ રહે છે. સવારે વહેલા ઉઠીને પાણી પીવાનો આ સૌથી સારો ફાયદો છે.
6. શરીરની અંદરથી સંભાળ થાય છે :
આખો દિવસ પુરતા પ્રમાણમાં પાણી ન પીવાથી મલાશય અવશિષ્ટ પદાર્થોમાંથી પાણી ખેંચી લે છે. તેનાં કારણે વિગ્ન આવેછે. જો આપ પુરતા પ્રમાણમાં પાણી પીશો, તો આપનું મલાશય સારી રીતે કામ કરશે.
No comments