સંધિવાનાં દુઃખાવાથી જલ્દીથી આરામ પામવા માંગો છો, તો પીવાનું શરૂ કરી દો આ ખાસ ડ્રિંક
આપણું શરીર માંસપેશીઓ, હાડકાઓ અને નર્વ્સ એટલે કે તંત્રિકાઓથી મળીને બન્યુ છે અને આ તમામ મળીને કામ કરે છે કે જેથી આપણી લાઇફ સારી રીતે ચાલે છે.
સંધિવાનાં દુઃખાવાથી જલ્દીથી આરામ પામવા માંગો છો, તો પીવાનું શરૂ કરી દો આ ખાસ ડ્રિંક
મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે.
આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે.
આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. આ પીઢ લોકોમાં વધુ હોય છે અને તેને આર્થરાઇટિસ કહે છે.
આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે. તેમાં જૉઇંટ્સ કે સાંધા અને મસલ્સમાં જકડણ આવી જાય છે અને ત્યાં સોજો થઈ જાય છે કે જેથી ત્યાં દુઃખાવો પણ થવા લાગે છે. આ જકડણનાં કારણે આ સાંધાઓનું હાલન-ચાલન ઓછું થઈ જાય છે.
આર્થરાઇટિસ મુખ્યત્વે ઉતકો અને માંસપેશીઓના ધીમે-ધીમે ખરાબ થવાથી થાય છે. આ જેનેટિક પણ હોઈ શકે છે અથવા તો પછી તેનું કારણ આપણી આજકાલની લાઇફસ્ટાઇલ છે કે જેમાં આપણે પોતાનાં આરોગ્યની ચિંતા કર્યા વગર દિવસ-રાત માત્ર કામ જ કરતા રહીએ છીએ, પોતાનાં ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં.
તેના કારણે આપણા શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ જાય છે. ખાસ કરીને આપણા હાડકાંઓમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે અથવા તો પછી તેનું કારણ આપણુ વધુ રમવું પણ હોઈ શકે છે.
આર્થરાઇટિસની સમસ્યા મોટા લોકોમાં તો હોય જ છે, પણ આજકાલ આ નવયુવાનોમાં પણ થવા લાગી છે. આમ તો આર્થરાઇટિસની ઢગલાબંધ દવાઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનું ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય છે. હા જી, આર્થરાઇટિસનાં દુઃખાવાથી છુટકારો પામવા માટચે કાકડી અને હળદરનો જ્યુસ બહુ જ કારગત માનવામાં આવ્યો છે.
કાકડી એક સારૂ એંટી-ઇનફ્લેમેટરી એજંટ હોય છે કે જે દુઃખાવો ઓછો કરવાની સાથે-સાથે કાર્ટિલેજની મરામત પણ કરે છે કે જેથી આર્થરાઇટિસની સમસ્યા ઊભી નથી થતી. કાકડીનાં એંટી-ઑક્સીડંટ ગુણો સાંધાનાં ફ્રી રેડિકલ્સને નષ્ટ થતા બચાવે છે. આ જ પ્રકારે હળદર પણ આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં આરામ આપે છે, કારણ કે તેમાં કુર્કમિન હોય છે કે જે સાંધાની જકડણ ખતમ કરે છે.
આવો અમે આપને આ જ્યૂસ બનાવવાની રીત બતાવીએ :
આના માટે સૌપ્રથમ આપ એક કાકડી અને એક ઇંચ તાજી હળદરનું મૂળ લો અને તેને મિક્સમાં વાટી લો. તે પછી તેમાં થોડુક પાણી અને વનીલા મેળવી તેને પીવો. તેને આપ દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો. આપને આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં તરત આરામ મળશે.
જો આપનું આર્થરાઇટિસ મેદસ્વિતાનાં કારણે છે, તો આપ વજન ઘટાડવાની સાથે-સાથે આ જ્યૂસ પણ પીવો અને દરરોજ એક્સરસાઇઝ કરો કે જેથી આપની માંસપેશીઓ અને જૉઇંટ્સ હેલ્ધી રહે. અને જો આ સમસ્યા આપના પરિવારમાં છે, તો આપ એક હેલ્ધી ડાયેટ ફૉલો કરો અને પોતાનાં ભોજનમાં એંટી-ઑક્સીડંટ કે એંટી-ઇનફ્લેમેટરી ફૂડ્સનો ઉપયોગ કરો.
Very nice information. Thanks.
ReplyDeleteWELCOME
ReplyDelete