ગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં
ગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં
કાળા જીરૂંને કાળા બીજ, કાળા કેરાવે અને કાળી ડુંગણીનું બીજ પણ કહે છે. મોટાભાગે લોકો તેને ડુંગળીના બીજ જ સમજે છે, કારણ કે તેના બીજ ડુંગળી જેવા જ દેખાય છે. તેનો સ્વાદ હળવો કડવો તથા તીખો અને ગંધ તીવ્ર હોય છે. તેનો પ્રયોગ વિવિધ વ્યંજનો નાન, બ્રેડ, કેક અને અચારોમાં કરવામાં આવે છે. કાળુ જીરૂં લગભગ દરેક ઘરમાં હોય છે. તેથી આપ તેને આરામથી પોતાની સુંદરતા નિખારવા માટે યૂઝ કરી શકો છો.
શું આપ જાણો છો કે કાળા જીરૂના બીજ કે પછી તેનું તેલ આપણા વાળને કાળા તથા ગંજાપણુ દૂર કરવામાં બહુ કામ આવે છે. જો આપના વાળ અસમયે સફેદ થઈ રહ્યા છે કે પછી ઝડપથી ઉતરી રહ્યા છે, તો આપ કાળા જીરૂંનુ પેસ્ટ કોઇક અન્ય પ્રાકૃતિક સામગ્રી સાથે મેળવી લગાવી શકો છો. કાળુ જીરૂં વાળનું ગ્રોથ વધારવા તથા તેમને મજબૂત કરવા માટે જાણીતુ છે.
આ એક કુદરતી મૉઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે અને રુક્ષતાને મટાડે છે. સાથે જ વાળને ઉતરતા રોકે છે. આજે અમે આપને એવા જ કેટલાક નુસ્ખા બતાવવાના છીએ કે જેમને અજમાવી આપ પોતાના વાળને ઘટ્ટ, મજબૂત, કાળા અને ઉતરવાથી બચાવી શકો છો.
1. કાળું જીરૂંનું તેલ લગાવો
તેલમાં ઘણા બધા સારા ગુણો હોય છે. કાળું જીરૂં વાળનું ગ્રોથ વધારવા તથા તેમને મજબૂત કરવા માટે જાણીતુ છે. આ એક પ્રાકૃતિક મૉઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે અને રુક્ષતા મટાડે છે. સાથે જ વાળ ઉતરતા રોકે છે.
વિધિ
સૌપ્રથમ પોતાની હથેળીઓ પર કાળું જીરૂંનું તેલ લો અને તેના વડે જ્યાં પણ ગંજાપણુ છે, ત્યાં લગાવી 15 મિનિટ સુધી મસાજ કરો. પછી તેને અડધા કલાક માટે છોડી દો અને પછી માથું ધોઈ લો. તેને રેગ્યુલર લગાવવાથી વાળનું ઉતરવું ઓછું થઈ જશે.
2. એપલ સાઇડ વિનેગર તથા કાળું જીરૂં તેલ
એપલ સાઇડ વિનેગર એમ જ આટલું શક્તિશાળી હોય છે અને જ્યારે તેમાં કાળું જીરૂં મેળવી દેવામાં આવે છે, ત્યારે તે વધુ અસરકારક બની જાય છે.
વિધિ
કાળું જીરૂંને સૌપ્રથમ ઉકાળી લો અને પછી તેને ઠંડુ કરી ગાળી લો. પછી તેમાં વિનેગર મેળવો અે તેનાથી પોતાના વાળ ધુઓ. તેના બીજા દિવસે પોતાના વાળને કોઇક શૅંપૂ વડે ધોઈ લો. આવું કમ સે કમ મહિના સુધી કરો અને રિઝલ્ટ જુઓ.
3. ઑલિવ ઑયલ અને કાળું જીરૂં
આ બંને જ તેલોમાં એંટી-માઇક્રોબિયલ ગુણો હોય છે કે જેનાથી વાળ નથી ઉતરતાં. યઆ તેલ વાળના મૂળમાં સમાઈ જાય છે અને સમસ્યાને સાજી કરી દે છે.
વિધિ
સૌપ્રથમ ઑલિવ ઑયલ તથા કાળું જીરૂંના તેલને મિક્સ કરી હળવુંક ગરમ કરી લો અને પછી અસરગ્રસ્ત સ્થાને લગાવો. રેગ્યુલર યૂઝ કર્યા બાદ આપ પામશો કે આપના વાળ બહુ મજબૂત થઈ ગયાં છે.
4. મહેંદી અને કાળું જીરૂં પેસ્ટ
મહેંદી વાળ માટે બહુ વધારે લાભકારક છે. જો બંને વસ્તુઓને મેળવી દેવામાં આવે, તો આ બહુ અસરકારક થઈ જાય છે અને સ્કૅલ્પને પોષણ પહોંચે છે.
વિધિ
કાળું જીરૂંને વાટીને મહેંદીમાં મેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં હૅર મૉસ્કની જેમ લગાવો. પછી તેને અડધા કલાક માટે માથા પર લગાવીને છોડી દો અને માથા પર શૉવર કૅપ પહેરી લો. તે પછી માતાને સાદા પાણીથી ધોઈ લો અને વાળને સુકાવી લો. આ નુસ્ખો અઠવાડિયામાં બે વાર કરો અને ફાયદો જુઓ.
5.નારિયેળ તેલ અને કાળું જીરૂં
નારિયેળ તેલ અને કાળું જીરૂંમાં એંટી-ફંગલ તથા નરિશિંગ ગુણો હોય છે કે જે વાળનું ગ્રોથ વધારવામાં મદદકારક હોય છે.
વિધિ
સૌપ્રથમ 1 ચમચી કાળું જીરૂં વાટી લો અને તેમાં નારિયેળ તેલ મિક્સ કરો. આપ ઇચ્છો, તો તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. હવે આ મિશ્રણને પોતાના માથા પર સંપૂર્ણપણે લગાવો. માથાને ગરમ પાણીમાં બોળેલા તુવાલથી રૅપ કરી લો અને 20 મિનિટ માટે છોડી દો. 30 મિનિટ બાદ માથુ ધોઈ લો. આ વિધિ દર અઠવાડિયે કરો. તેનાથી ગંજાપણુ તો જશે જ, સાથે વાળ પણ કોમળ બનશે.
6. લિંબનુ જ્યુસ અને કાળું જીરૂં
સૌપ્રથમ પોતાના માથા પર લિંબૂ રગડી લો અને માથું ધોઈ લો. તે પછી માથા પર કાળું જીરૂંનું તેલ લગાવો. તનાથી આપના વાળ ઉતરવાની સમસ્યા દૂર થશે, કારણ કે કાળું જીરૂંમાં ઑક્સીડંટ્સ હોય છે કે જે વાળને ઉતરતા રોકે છે. તેનાથી વાળ જાડા પણ થાય છે અને તૂટતા પણ નથી.
વિધિ
ગંજા મથા પર લિંબુનું જ્યુસ લગાવો અને 15 મિનિટ સુધી લાગેલુ રહેવા દો. પછી શૅમ્પૂથી માથુ ધોઈ લો. જ્યારે માથુ સુકાઈ જાય, ત્યારે તેના પર કાળું જીરૂં લગાવો.
No comments