F છીંકથી છુટકારો અપાવનાર 15 ઘરગથ્થુ ઉપચારો - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

છીંકથી છુટકારો અપાવનાર 15 ઘરગથ્થુ ઉપચારો

છીંકથી છુટકારો અપાવનાર 15 ઘરગથ્થુ ઉપચારો



આપ સવાર-સવારમાં ઉઠો છો અને છીંકવાનું શરૂ કરી દો છો તેમજ આ પ્રક્રિયા કેટલાક સમય સુધી સતત ચાલતી રહે છે. આ વસ્તુ આપમાં ખીજ પેદા કરે છે અને આપ ઇચ્છો છો કે તેમાંથી આપને વહેલાસર મુક્તિ મળે. તેથી જો આપ તેનો ઉપાય શોધી રહ્યા હોવ, તો આ ઘરગથ્થુ ઉપચારોની મદદ લો.
છીંકનાં ત્રાસથી છુટકારા માટેની અનેક દવાઓ મોજૂદ હશે, પરંતુ તમામ ઉપચારો વચ્ચે ઘરગથ્થુ ઉપચાર સૌથી શ્રેષ્ઠ હોય છે. અહીં 15 ઘરગથ્થુ ઉપચારો વિશે જણાવાયું છે કે જે આપને છીંકમાંથી તરત રાહત આપશે.
1. આદુ :

1. આદુ :

છીંકની પરેશાની માટે સૌથી યોગ્ય ઘરગથ્થુ ઉપચાર છે આદુ. તેને આપ ચામાં નાંખીને કે પાવડર બનાવી ગોડ સાથે લઈ શકો છો.
2. લસણ :

2. લસણ :

રાહત આપનાર બીજો નુસ્ખો લસણ છે. તે એંટી-બૅક્ટીરિયલ હોય છે. લસણની કેટલીક કળીઓને કચડી પાણીમાં નાંખી ઉકાળી લો. હવે પાણીમાંથી લસણ ગાળી લો અને પાણી પી લો. આપ લસણને કચડી તેની સુગંધ પણ લઈ શકો છો.
3. તજ :

3. તજ :

તજમાં એંટી-વાયરલ ગુણો હોય છે. એક ચપટી તજ પાવડરને મધમાં નાંખી પીવો. તે છીંક અને શરદીનું ખૂબ અસરકારક નિવારણ છે.
4. મધ અને લિંબુ :

4. મધ અને લિંબુ :

જો આપ છીંકમાંથી તરત રાહત પામવા માંગતા હોવ, તો મધ અને લિંબુને મેળવી લો. મધ એંટી-બૅક્ટીરિયલ હોય છે અને લિંબુ વિટામિન સી ધરાવે છે. આ બંનેને હુંફાડા પાણીમાં મેળવીને પીવો. તેનાથી આપની છીંકો ઓછી થઈ જશે.
5. ચામોમીલ ચા :

5. ચામોમીલ ચા :

જો આપ સતત છીંકતા રહેતા હોવ, તો ચામોમીલ ચા દિવસમાં બે વખત પવો. તેનાથી છીંકમાં તરત અસર દેખાશે.
6. યૂકેલિપ્ટસનું તેલ :

6. યૂકેલિપ્ટસનું તેલ :

આ તેલ છીંકમાં રામબાણ ઇલાજ ગણાય છે. ઉકળતા પાણીમાં આ તેલનાં કેટલાક ટીપા નાંખી દો. તેની વાષ્પને અંદર લો. તેનાથી છીંક અને બંધ નાકની સમસ્યામાં ખૂબ આરામ મળશે.
7. કાળી મરી :

7. કાળી મરી :

આપ સતત આવતી છીંકથી બહુ પરેશાન હોવ, તો અડધી ચમચી કાળી મરી પાવડર લો અને તેને હળવા ગરમ પાણી સાથે લો. તેનાથી શરદી અને છીંકમાં આરામ મળશે.
8. વરિયાળીની ચા :

8. વરિયાળીની ચા :

વરિયાળીમાં એંટી-વાયરલ તથા એંટી-બોયટિક ગુણો હોય છે. ઉકળતા પાણીમાં એક ચમચી વરિયાળી પાવડર નાંખી ચા બનાવવામાં આવે છે. તેનાથી છીંકમાં આરામ મળે છે.
9. ગરમ પાણીની વાષ્પ લો :

9. ગરમ પાણીની વાષ્પ લો :

ગરમ પાણીની વાષ્પ લેવાથી કફ ઓગળે છે અને નાક સાફ થાય છે. તે છીંકમાંથી મહદઅંશે રાહત અપાવે છે.
10. હળદર :

10. હળદર :

હળદરમાં કર્ક્યુમિન હોય છે કે જે શરદી-ઉધરસની અસરકારક દવા હોય છે. તેનાથી એલર્જી અને છીંકમાંથી છુટકારો મળી જાય છે. તેને આપ શાક બનાવતી વખતે કરીમાં પણ નાંખી શકો કે પાવડરની જેમ પણ લઈ શકો છો.
11. ઓકરા :

11. ઓકરા :

ઓકરાથી છીંક અને નાક વહેતું હોય, તો તેમાં તરત આરામ મળે છે. ઓકરામાં ચિકણુ પદાર્થ મ્યુસિલેઝ હોય છે કે જે છીંકમાં તરત આરામ અપાવે છે. બીજ કાઢી ઓકરાનાં બાહ્ય ભાગને ઉકાળી લો. તેને ઠંડુ કરી પાણી સાથે લો.
12. હીંગ :

12. હીંગ :

જો આપ સતત છીંક અને વહેતા નાકથી પરેશાન હોવ, તો થોડીક હીંગ લઈ તેની ગંધને અંદર લો. તેનાથી છીંકમાં આરામ મળશે.
13. પાનનાં પત્તા :

13. પાનનાં પત્તા :

આ છીંકનું સૌથી શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર છે. આપે એક ચમચી પાનનાં પાંદડાનું જ્યુસ પીવું છે. તેનાથી સતત આવતી છીંકો રોકાઈ જશે.
14. ફુદીનાનું તેલ :

14. ફુદીનાનું તેલ :

છીંકનો વધુ એક અસરકારક અને ઘરગથ્થુ ઉપાય છે ફુદીનાનું તેલ. ઉકળતા પાણીમાં ફુદીનાનાં તેલના કેટલાક ટીપા નાંખો. તેની વાષ્પને અંદર લો. તેનાથી છીંકમાંથી રાહત મળશે.
15. અજમો :

15. અજમો :

પાણી ઉકાળી તેમાં એક ચમચી અજમો નાંખો. હવેતેને ગાળીને તેમાં એક ચમચી મધ મેળવી લો અને તેને પીવો. તેનાથી છીંક અને વહેતી નાક પર અસર પડશે.

No comments