આ ઘરેલૂ ઉપચારો વડે શરીરને 10 દિવસમાં બનાવો ગોરું
આ ઘરેલૂ ઉપચારો વડે શરીરને 10 દિવસમાં બનાવો ગોરું
ભારતમાં ગોરા રંગ માટે દરેક લાલયિત રહે છે. આજે દરેક બીજો વ્યક્તિ પોતાની ડલ થઇ રહેલા સ્કિન ટોનને નિખારવા માટે મોંઘામાં મોંઘી ક્રીમ અને લોશન પર પૈસા વાપરવા માટે તૈયાર છે.
મોટાભાગે જોવા મળે છે કે જે લોકોનો રંગ દબાયેલો છે, તે સમજ્યા વિચાર્યા વિના ગોરા થવાની ક્રીમ્સની પાછળ ભાગે છે. જો તમે તમારી આસપાસ નજર ફેરવીને જોશો તો તમને જોવા મળશે કે પ્રકૃતિએ આપણને કેટલું બધુ આપ્યું છે કે જેના ઉપયોગથી આપણે આપણો દબાયેલો રંગ નિખારી શકીએ છીએ.
ક્રીમ અને લોશનના મુકાબલે આ ઘરેલૂ ઉપચાર લાંબા સમય સુધી પોતાની અસર છોડે છે. સૌથી સારી વાત એ છે કે આ ઘરેલૂ ઉપચાર 10 દિવસમાં જ પોતાની અસર દેખાડવા લાગે છે.
જો તમે પણ વિચારો છો કે તમારા શરીરનો રંગ 10 દિવસમાં નિખરી જાય તો, તમારા રસોડામાં જાવ અને આ ઘરેલૂ ઉપચારનો પ્રયોગ કરો.
લીંબૂ
શરીરનો નિખારવા માટે તમારે લીંબૂ અને મધના મિશ્રણ વડે આખા શરીર પર મસાજ કરવી જોઇએ. આમ રોજ કરવાથી તમે 10 દિવસમાં ચમકવા લાગશો.
ગુલાબજળ
ગુલાબજળમાં લીંબૂનો રસ મિક્સ કરીને ન્હાવાથી ત્વચા બ્લીચ થઇ જાય છે.
ઈંડાની જર્દી
ઇંડાનો પીળો ભાગ શરીર પર લગાવો અને પછી વિનેગરથી શરીરને સાફ કરી દો, જેથી ઈંડાની દુગંધ જતી રહેશે. આમ 10 દિવસ સુધી કરો અને લાભ જુઓ.
દુધ વડે સ્નાન
જો તમારે ગોરી ત્વચા જોઇએ છે તો 10 દિવસ સુધી પ્યોર દૂધ વડે સ્નાન કરો. તેના માટે તમારે સાબુની જરૂર નથી. દૂધ જ તમારું શરીરને સાફ અને ટોન થઇ જશે.
દહીં
તમારા શરીરની મસાજ દહી અને લીંબૂના રસથી કરો.
જીરૂ
શું તમે જાણો છો કે દળેલા જીરાને પાણીમાં મિક્સ કરીને ન્હાવાથી તમારી સ્કિન ટોન ઠીક થઇ શકે છે. તમે ઇચ્છો તો જીરા પાવડર અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને આખા શરીર પર લગાવી શકો છો.
નારિયેળ પાણી
નારિયેળ પાણીમાં એવા તત્વ હાજર હોય છે, જે ના ફક્ત શરીરને નિખારશે પરંતુ તે દાગ અને કરચલીઓને પણ ઠીક કરી શકે છે.
No comments