જો તમને ભૂખ નથી લાગતી તો આ ઘરેલૂ ઉપાય ખોલી દેશે તમારી ભૂખ
જો તમને ભૂખ નથી લાગતી તો આ ઘરેલૂ ઉપાય ખોલી દેશે તમારી ભૂખ
તમારા સ્વસ્થ રહેવા માટે સમયસર જમવું ખૂબ જરૂરી છે. આજકાલની સૌથી મોટી સમસ્યા છે તે ભૂખ ના લાગવી જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. ભૂખ ના લાગવી, ખાસ કરીને અસ્થાયી અને પ્રતિવર્તી હોય છે. આ મોટાભાગે ચિંતા, તણાવ અને અવસાદ જેવા મનોવૈજ્ઞાનિક કારણોની સાથે જોડાયેલા છે.
તેના ઉપરાંત ઘણી મેડિકલ સમસ્યાઓ જેમકે બેક્ટેરિયલ સંક્રમણ, હાઈપોથાયરાયડિજ્મ, લીવરની સમસ્યાઓ, હેપેટાઈટિસ, કિડની અને હાર્ટ ફેલ્યોર, ડિમેંશિયા વેગેરે પણ ભૂખ ના લાગવાના કારણ હોય છે.
ઘણી દવાઓ પણ આ સમસ્યા માટે યોગદાન આપી શકે છે. ભૂખ ઓછી લાગવાના કારણે શરીરને પર્યાપ્ત અને જરૂરી ખોરાક મળી શકતો નથી, જેના કારણે બીજા રોગ થવાની આશંકા પણ વધી જાય છે.
જો તમને પણ આવી સમસ્યા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે જણાવીશું કેટલાક એવા ઘરગથ્થું ઉપાય વિશે જેનાથી તમને ભૂખ લાગવા માંડશે અને તમે સ્વસ્થ રહેશો.
ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરો
જો તમને ભૂખ નથી લાગતી અને કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તમારે તેના માટે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. તેનુ સેવન કરવા માટે તમારે હળવા ગરમ દૂધમાં તેને મિક્સ કરીને લેવાથી તમારી કબજીયાતની સમસ્યા દૂર થાય છે અને તમને ભૂખ પણ લાગવા લાગે છે.
આદુનો ઉપયોગ
જો તમને ભૂખ ના લાગતી હોય તો તમે તેના માટે આદુનું સેવન કરો. તેના માટે તમારે જમ્યા પહેલા મીંઠાની સાથે આદુનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારી ભૂખ ઉઘડી જશે.
ગ્રીન ટી નું સેવન
જો તમે ગ્રીન ટી ના પીતા હોય તો આજથી જ પીવાનું શરૂ કરી દો કેમકે તેનાથી તમારી ઘણી સમસ્યાઓ ઓછી થઇ જાય છે અને તમને સમયસર ભૂખ પણ લાગે છે. દૂધની સાથે બનેલી ચા ભારે હોય છે એટલે તેનું સેવન ના કરો.
પાણી પીવાના ફાયદા
જો તમને પાણી પીવાના ફાયદા ખબર ના હોય તો જાણી લો કે તમારે કોઈપણ પ્રકારની કમજોરીમાં પણ દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી પીવું જોઈએ. જો તમે કોઈ તાંબાના વાસણમાં રાતે પાણી ભરીને રાખી દો અને સવારે તેનું સેવન કરો તો તે તમારા માટે ફાયદાકારક છે.
અજમો ખાઓ
તમને જણાવી દઈએ કે અજમાંનું સેવન ઘણું ફાયદાકારક છે. તેના સેવનથી તમારું પેટ એકદમ સાફ રહે છે. તેનાથી તમારી ભૂખ પણ વધે છે. તેનું સેવન તમારા માટે સારું હોય છે. તમારે દરરોજ જમ્યાના અડધા કલાક પહેલા તેનુ સેવન કરવું જોઇએ.
મીંઠુ
જો તમે લસ્સી કે છાશમાં દરરોજ સફેદ મીંઠાનો અને કાળા મીંઠાને મિક્સ કરીને સેવન કરશો તો તે તમારી ભૂખ વધારશે. તેનાથી તમારું પેટ પણ સાફ રહેશે. તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ.
એકલાં જમો નહીં
તમને જણાવી દઈએ કે એકલા બેસીને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. એટલા માટે તમારે કોશિશ કરવી જોઇએ કે તમે કોઈની સાથે બેસીને ભોજન કરો. તેનાથી તમને ભૂખ પણ વધારે લાગશે અને તમે પર્યાપ્ત ખાવાનું ખાઈ શકશો.
કાળાં મીંઠાનો ઉપયોગ
તમે ઈચ્છો તો થોડી થોડી વારે કાળા મીંઠનો ઉપયોગ કરી શકો છો. એવું કરવાથી તમને ભૂખ લાગવાની શરૂ થઈ જશે. અને પેટ પણ સાફ રહેશે.
ટામેટાંનો ઉપયોગ
તમે ઈચ્છો તો ટામેટાં પણ ખાઈ શકો છો. તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આખું પાકેલું ટામેટું ખાવું જોઈએ. તે તમારા માટે સારું છુ. ધ્યાન રહે કે તમારે તળેલી વસ્તુ ખાવાની નથી. તમે આ શાકભાજીને કાચી ખાઈ શકો છો જે ખાવામાં આવે છે.
આવી રીતે તૈયાર કરો મિશ્રણ
તમને જણાવી દઈએ કે તમારી ભૂખ જગાડવા માટે તમારે આંમલી, લવીંગ, તજ અને મરીને મિક્સ કરીને સેવન કરો. તેનાથી તમારા પેટને ઘણો આરામ મળશે અને તમારી ભૂખ પણ વધશે
No comments