ઉકાળો પીવાના આ ૧૮ ફાયદા... પીશો તો પોતે જાણી જશો
ઉકાળો પીવાના આ ૧૮ ફાયદા... પીશો તો પોતે જાણી જશો
ચા એક ઉંઘ દૂર કરવા કે તાજગી લાવવા માટે જ નહી પરંતુ જો ચાને યોગ્ય રીતે પીવામાં આવે તો તેના ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે. ચા માં દૂધ નાખ્યા વગર (બ્લેક ટી) પીવાથી તેમાં રહેલા ફાયટોકેમિકલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફ્લોરાઈડ્સ, ટેનિન્સ જેવા તત્વ હેલ્થ માટે ફાયદાકારક હોય છે.
કોશિશ કરો કે તેમાં ખાંડ ના મિક્સ હોય કે ઓછી મિક્સ કરો. તે હદયની બિમારી, ઝાડા, પાચન સમસ્યાઓ, હાઈ બીપી, ટાઈપ ૨ ડાયાબિટીસ અને અસ્થમા જેવી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ તેના ફાયદા.
૧. હદય માટે ફાયદાકાક
જી હાં બ્લેક ટી તમારા હદય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ એક કપ બ્લેક ટી પીવી હદયને સ્વસ્થ રાખવા માટે તમારી મદદ કરશે. તેમાં રહેલા ફ્લેવેનોયડ્સ એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેના ઉપરાંત બ્લેક ટીનો ઉપયોગ હદયની ધમનિઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને લોહીના જામવાની પ્રક્રિયાને ઓછી કરવામાં પણ સહાયક છે.
એક તાજી શોધમાં આવાત સામે આવી છે કે બ્લેક ટીમાં પ્રંચડ માત્રામાં એક પ્રકારના ફ્લેવનોયડ, ક્વ ર્સટિન, ધમનીઓને ઓક્સીકરણ થવાના નુકશાનથી બચાવે છે. સાથે જ તે હદયવાહિકાથી સંબંધિત બીમારીઓની સંભાવનાને પણ ઓછી કરે છે.
૨. ઓવેરિયન કેન્સરથી બચાવે
એક શોધમાં જાણવા મળ્યું છે કે બ્લેક ટી શરીરમાં કેન્સર કોશિકાઓને દૂર કરવામાં મદદ કરે છે, ખાસ કરી ઓવેરિયન કેન્સર. આ સમય મહિલાઓમાં ઓવેરિયન કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે બીમારી ૪૦ ની ઉંમર પાર કરેલી મહિલાઓમાં થાય છે આજ તે ૨૫ થી ૩૦ ની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે.
આ શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે જે મહિલાઓમાં દિવસમાં બે કપથી વધારે બ્લેક ટી પીવે છે તેમાં ઓવરીયન કેન્સરનું જોખમ ના બરાબર જોવા મળે છે.
૩. મધુપ્રમેહથી બચાવે
આ ચામાં દૂધ અને ખાંડ હોતી નથી એટલા માટે મધુપ્રમેહના રોગી તેના ડર્યા વગર પી શકે છે. દરરોજ બ્લેક ટીનું સેવન કરવાથી ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેના સેવનથી બ્લડ સર્કુલેશન સિસ્ટમથી જોડાયેલા તમામરોગ તથા ટાઈપ ૨ મધુપ્રમેહનું જોખમ પણ ખૂબ ઓછું થઈ જાય છે.
૪. ઈમ્યુનિટી વધારે છે
બ્લેક ટી પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને સંક્રમણ સામે લડવામાં ખૂબ મદદ મળે છે. શરદી ખાંસી જેવી સામાન્ય બીમારીઓમાં બ્લેક ટી પીવવાથી તે એકદમ ગાયબ થઈ જાય છે. બ્લેક ટીમાં એલ્કાઈલેમાઈન એન્ટીજેન્સ મળી આવે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
તેના સાથે જ તેમાં ટેનિન્સ પણ મળી આવે છે, જે વાયરસ સામે લડવામાં આપણી ક્ષમતાને વધારે છે અને આપણને ઈન્ફલૂન્ઝા, પેટની ગરબડ અને દરરોજની જિંદગીમાં વાયરસના કારણે થનારી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.
૫. હાડકાંને બનાવે મજબૂત
બ્લેક ટીમાં મળી આવનાર તત્વોના કારણે તે હાડકાંને મજબૂત બનાવે છે. હાડકાંને મજબૂત બનાવવા અને અર્થરાઈટિસના જોખમને ઓછુ કરવામાં બ્લેક ટી ઘણી મદદ કરે છે. એવા તેમાં મળી આવનાર ફિટોકેમિકલ્સના કારણે થાય છે. તો જો તમે ૩૦ની ઉંમર પાર કરી ચૂક્યા હોય તો બ્લેક ટી દરરોજ પીવો. તેનાથી બોન ડેન્સિટી, ઓસ્ટિયોપોરોસિસ, અને ફેક્ચરનું જોખમ ઓછું કરવામાં ઘણી મદદ મળે છે.
૬. પાર્કિંસંસથી બચાવે છે
પાર્કિંસંસ જેવી બીમારી વધારે તણાવ, અસ્વાસ્થ્ય જીવન શૈલી, અને જીનના કારણે થાય છે. બ્લેક ટીમાં માનશિક શાંતિ પહોંચાડનાર ગુણ હોય છે આ ના ફક્ત તમને દિવસભરના થાકથી રાહત અપાવામાં મદદ કરે છે, પરંતુ એક શોધમાં આ પણ પ્રમાણિત થયું છે કે બ્લેક ટીમાં મળી આવનાર એમીનો એસિડ એલ-થાઈયાનાઈન તમને આરામ આપે છે અને સાથે જ એકાગ્રતામાં પણ મદદ કરે છે. તેનું નિયમિત અને સંતુલિત સેવન તણાવ ઉત્પન્ન કરનાર હોર્મોન કાર્ટિસોલના સ્તરમાં પણ ઉણપ લાવે છે.
૭. સ્વસ્થ પાચનતંત્ર
જો તમે પેટની સમસ્યાથી હેરાચન છો તો બ્લેક ટી તમારા માટે ઘણી ફાયદાકારક છે. તેમાં ટેનિનના ગુણ મળી આવે છે જે પાચનશક્તિને સારી કરવામાં મદદ કરે છે. તેનાથી ઝાડા અને ગેસ જેવી પેટની સમસ્યાઓથી જોડાયેલા સમસ્યાઓથી છુટકારો મળે છે.
દિવસમાં એક કપ સેવન કરવાથી આંતરડામાં અને પાચનતંત્રમાં સુધારો આવે છે. બ્લેક ટીથી પાચનક્રિયા મજબૂત થાય છે અને સાથે જ આ ટેનિન્સ આમાશય અને આંતરડાની બીમારીઓ પર ઉપરાત્મક પ્રભાવ પણ નાખે છે. એટલે બ્લેક ટીનો ઉપયોગ નિયમીત રીતે કરો.
કોલેસ્ટ્રોલને ઓછું કરે છે
બ્લેક ટીનું નિયમીત સેવન તમારા કોલેસ્ટ્રોલના સ્તરને નિયત્રિંત રાખે છે. જેના કારણે જાણે જ ઘણી બીમારીઓથી બચી શકાય છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ મળી આવે છે પહેલો ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજો સારો કોલેસ્ટ્રોલ. ઘણી વખત અયોગ્ય ખાન પાનથી કે વધારે તળેલું ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રલ વધી જાય છે જેનાથી બ્લડ પ્રેશર સ્ટ્રોક, ઈસ્કેમિક એટેકનું જોખમ વધી જાય છે.
બ્લેક ટીમાં એન્ટી હાઈપરકોલેસ્ટ્રોલેમલ મળી આવે છે જેનાથી 11.1% સુધી એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછા થઈ જાય છે.
૯. વજન ઓછું કરે બ્લેક ટી
બ્લેક ટીમાં મળી આવનાર અને વજન ઘટાડવામાં પ્રભાવશાળી થીફ્લેવિન્સ અને થિરોબિગિન્સ જેવા તત્વોના અસરને દૂધ ઓછું કરે છે. ખાસ કરીને, બ્લેક ટીમાં રહેલા આ તત્વ શરીરની ચરબી ઓછી કરવામાં અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં સહાયક હોય છે. પરંતુ દૂધમાં પ્રોટીનની માત્રા વધારે હોવાના કારણે તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. બ્લેક ટી પીવાના કારણે વજન ઓછો થઈ જાય છે કેમકે તમે તેમાં ના તો દૂધ મિક્સ કરો છો કે ના તો ખાંઙ બ્લેક ટી માટે હમેંશા ટી બેગનો ઉપયોગ કરો.
આ રીતે તમે તમારી કેલેરી કાઉન્ટને ઓછા કરી શકો છો. જો તમે દરરોજ બ્લેક ટી પીવો છો તો તમારું વજન નિંયત્રિત રહે છે જેનાથી તમને હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ જાય છે. તેમાં રહેલા ફ્લેવેનાઈડ ખરાબ કોલેસ્ટ્રોલ બનવાથી રોકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વજન ઘટાડવા માટે દૂધ વગરની ચા લાભકારી છે અને શરીરમાં રહેલી વધારાની ચરબી અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
૧૦. કિડની સ્ટોનને ઠીક કરે
ઘણા લોકો બ્લેક ટી પીવાનું પસંદ કરે છે. તો જો તમે પણ તમારી કિડનીને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો બ્લેક ટી પીવો. તેનાથી કિડનીની પ્રોબ્લેમ્સ થતી નથી. એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર બ્લેક ટી સેવનથી કિડનીમાં સ્ટોન બનાવાનું દૂર થઈ જાય છે. તેની સાથે તમે કિડની સ્ટોન માટે તમે તમારા ર્ડોક્ટરની સલાહ પણ લઈ શકે છે.
૧૧. અસ્થમાથી રાહત
જ્યારે પણ અસ્થમાનો એટેક આવે તો હવાનો સંચાર કરનાર નળીઓમાં સોજો આવે છે જેના કારણે તેની આસપાસની મસલ્સ ટાઇટ થઈ જાય છે. હાંફવું, ઝડપથી શ્વાસ ચડવો, ખાંસી આવવી અને વાત કરવામાં તકલીફ થવી અસ્થમાના મુખ્ય લક્ષણ હોય છે. અસ્થમાના દર્દીને તે દરમ્યાન બ્લેક ટી તરત ફાયદો પહોંચાડી શકે છે. કડવી ચા અસ્થમાના એટેકને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે અને તેમાં દમના દર્દીને શરૂઆતના ઉપાયના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.
એવું એટલા માટે છે કેમકે શરીરમાં પ્રત્યેક કોશિકામાં ટેસ્ટ રિસેપ્ટર હોય છે. આ કારણથી એટેકના સમયે બ્લેક ટીનો કડવો સ્વાદ, મસલ્સને ફેલાવી દે છે જેનાથી શ્વાસ લેવો સરળ થઈ જાય છે.
૧૨. ફ્રી રેડિકલ
બ્લેક ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટસ જેનાથી શરીરમાંથી વિષાક્ત અણુઓને બહાર નીકાળવામાં મદદ મળે છે. શરીરમાં ફ્રી રેડિકલ પ્રદૂષણ, અને ધૂમ્રપાનને વધારે પ્રભાવથી થાય છે. લીંબુની સાથે બ્લેક ટીને પીવાથી પણ ફાયદો થાય છે.
૧૩. બેક્ટેરિયાને મારે
બ્લેક ટી બોડીમાં બેક્ટેરિયાને વધતા રોકે છે. બ્લેક ટીમાં મળી આવનાર એન્ટીઓક્સીડેન્ટસ અને બીજા ફિએટ્રિએન્ટ્સમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. જેનાથી શરીરમાં બેક્ટેરિયા સંક્રમણ ઠીક થઈ જાય છે.
૧૪. તણાવથી રાહત
બ્લેક ટીમાં એમીનો એસિડ એલ-થેનીન હોય છે જે એકાગ્રતાનું નિર્માણ કરવામાં મદદ કરે છે, માનસિક સતર્કતામાં સુધારો કરે છે અને તમારી સ્મૃતિમાં વધારો કરે છે તે તણાવનો સ્તર પણ ઓછો કરે છે અને તમને આરામ કરવામાં મદદ કરે છે.
૧૫. અલ્ઝાઈમર રોગ
એવ નવા અધ્યયનથી જાણવા મળ્યું છે કે બ્લેક ટીમાં મળી આવનાર કેમિક્લસની મદદથી કે તેના સેવનથી અલ્ઝાઈમર રોગનું જોખમ પણ ઓછું કરી શકાય છે. યુનિવર્સિટી ઓફ લીડ્સના વૈજ્ઞાનિકોએ તેના વિશે અભ્યાસ કર્યો જેમા એમને જાણવા મળ્યું કે જે કેટલાક હાનિકારક પ્રોટીનના કારણે ન્યૂરોન્સ પર એટેક કરવામાં આવે છે. જેનાથી અલ્ઝાઈમરની બીમારીથી બચી શકાય છે.
૧૬. ઓરલ હેલ્થ
બ્લેક ટી દાંતોમાં પ્લોકને બનવાથી રોકે છે. સાથે જ બ્લેક ટીના સેવનથી બેક્ટેરિયાના વિકાસને પણ રોકી શકાય છે. આ બેક્ટેરિયા કેવિટી અને દાંતના સડાનું કારણ બને છે. બ્લેક ટીમાં ફ્લોરાઈડ ભરપૂર માત્રામાં હોય છે જે મોંઢાની દુર્ગંધને દૂર કરે છે અને મોંઢાને નુકશાનદાયક જીવાણુઓથી બચાવે છે. બસ બ્લેક ટી પીવો અને ફેલાવો શ્વાસની ખુશ્બુને દુર્ગંધ વગર.
૧૭. મગજ સતર્મ કરે છે
મોટાભાગના લોકો માથાનો દુખાવો થવા પર દૂધવાળી ચા પીવાનું પસંદ કરે છે પરંતુ તેની જગ્યાએ દૂધ વગરની ચાનો મતબલ બ્લેક ટી પીવો તો આ ના ફક્ત માથાનો દુખાવો ઓછો કરે છે પરંતુ બીજા ઘણા ફાયદા પણ કરે છે. બ્લેક ટીના સેવનથી તણાવ પણ ઓછો થાય છે. તે આપણી યાદદાસ્ત શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. જેનાથી મગજ સતર્ક રહે છે.
૧૮. ડાયરિયા ઠીક કરે
ઝાડા થવા કે ડાયરીયા એક ખૂબ જ કોમન પ્રોબ્લેમ હોય છે. ખાવા પીવામાં થોડી લાપવાહી પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. ઝાડા થવા પર શરીરના મિનરલ્સ અને પાણી શરીરમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે, જેનાથી દર્દીને કમજોરી મહેસૂસ થવા લાગે છે. એવામાં ભોજન કરવું નુકશાનકારક હોઈ શકે છે. એટલા માટે બ્લેક ટી પીવો, તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જેનાથી પાચન તંત્ર ઠીક રહે છે.
No comments