ઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ
ઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ
ભારતની મહિલાઓની સૌથી મોટી મુશ્કેલી તેમનું શ્યામપણું છે. ચહેરા અથવા શરીરનો રંગ દબાઈ જવો ઘણા કારણોથી સંભવ હોય છે. કેટલીક વખત શરીરમાં કોઈ રોગ થઈ જવાથી રંગતમાં ફરક આવી જાય છે. પરંતુ જો આપ અનહેલ્ધી ડાયેટ, પ્રદૂષણ અને ડિહાઈડ્રેશનનાં કારણે આપની રંગત ખોવાતી જાય છે તો સમય આવી ગયો છે કે આપ કેટલાક પ્રકારનાં ઘરગથ્થુ ઉપચારો અપનાવો.
નિષ્પ્રાણ અને કરમાયેલી ત્વચાને ફરીથી ગોરી અને દમકદાર બનાવવા માટે આપે બહુ વધારે નાણા ખર્ચવાની જરૂર નથી. આપ ધરે હોમમેડ ક્રીમને તૈયાર કરી શકો છો જેનાથી આપના ચહેરાની ત્વચાનો નિખાર પાછો આવી શકે છે. અહીં સુધી કે હાથ અને પગનો રંગ પણ નિખરી શકે છે.
ઘરે તૈયાર કરવામાં આવનાર આ ઉત્પાદનોમાં કોઇપણ જાતનું કેમિકલ નથી હોતુ કે જેનો ઉપયોગ કરવાથી કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય. આજનાં આ આર્ટિકલમાં અમે આપને કેટલીક એવી ક્રીમ વિશે જણાવા જઈ રહ્યાં છીએ. આ ક્રીમ આપની ત્વચામાં સમાઇ પુરતુ અને જરૂરી પોષણ પ્રદાન કરે છે અને તેને નિષ્પ્રાણ થવાથી બચાવે છે. આ ક્રીમમાં નંખાતા ઉત્પાદનો સંપૂર્ણ પણે ઘરે જ મળે છે, આપને પોતાના રસોડામાંથી ઇતર થવાની કોઈ જરૂર નહીં પડે. આ ક્રીમ કઇક આ પ્રમાણે છે :
રેસિપી 1
જરૂરી સામગ્રી
- 1 ચમચી બદામ પાવડર
- અડધી ચમચી મધ
- અડધી ચમચી દહીં
કેવી રીતે બનાવશો
1. બધી સામગ્રીઓ મેળવી લો અને એક ક્રીમનું રૂપ આપી દો.
2. હવે આને પોતાની ત્વચા પર લગાવો અને લગાવીને છોડી દો.
3. આપ આ ક્રીમને અઠવાડિયામાં 3થી 4 વખત ઉપયોગ કરી શકો છો. આનાથી આપની ત્વચાની રંગત પાછી આવી જશે.
રેસિપી 2.
જરૂરી સામગ્રી
- એક ચપટી હળદર
- અડધી ચમચી ચણાનો લોટ
- એક ચમચી લિંબુનો રસ
કેવી રીતે બનાવશો
1. એક વાટકીમાં બધી સામગ્રીઓ મૂકો અને ક્રીમનાં રૂપમાં થવા સુધી ફેંટતા રહો.
2. આ પેસ્ટને આપની ત્વચા પર લગાવો. પછી આપ આને ધોઈ નાખો.
3. આને લગાવાથી ત્વચાની નિષ્પ્રાણ ત્વચા નિકળી જાય છે.
4. આપ આ ક્રીમને મહીનામાં એક અથવા બે વખત ઉપયોગ કરી શકો છો.
રેસિપી 3.
જરૂરી સામગ્રી
- અડધી ચમચી નારંગીની વાટેલી છાળ
- અડધી ચમચી દહીં
- અડધી ચમચી ગુલાબ જળ
કેવી રીતે બનાવશો
1. ઉપર આપવામાં આવેલી બધી સામગ્રીઓને સારી રીતે મેળવો.
2. આ ક્રીમને આપ આપની ત્વચા પર લગાઓ.
3. આ ક્રીમને લગાવીને અડધા કલાક પછી ધોઈ નાખો.
4. આને અઠવાડીયામાં એક વખત જરૂર લગાવો. આનાથી કાળો રંગ દૂર થઈ જશે અને રંગત નિખરી આવશે.
રેસિપી 4.
જરૂરી સામગ્રી
- અડધી ચમચી પપૈયાનુ પાવડર
- 1 ચમચી કાકડીનો રસ
- 1 ચપટી બેસન
કેવી રીતે બનાવશો
1. તમામ સામગ્રીઓ એક જારમાં નાંખી સારી રીતે વાટી લો.
2. એક મિક્સચર બનાવી લો.
3. આ ક્રીમ જેવુ પેસ્ટ પોતાની ત્વચા પર લગાવો.
4. 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.
5. શ્રેષ્ઠ પરિણામ માટે આપ તેનો રાત્રે પણ ઉપયોગ કરી શકો છો.
રેસિપી 5
જરૂરી સામગ્રી
- એક ચપટી એલચી પાવડર
- અડધી ચમચી ટમાટર પલ્પ
- અડધી ચમચી એલોવેરા જેલ
કેવી રીતે બનાવશો
1. ઉપર જણાવેલી તમામ સામગ્રીઓ એક જારમાં નાંખી મેળવી લો.
2. આ પેસ્ટ પોતાના ચહેરા પર કે ત્વચા પર લગાવો. આને આમ જ લગાવીને છોડી દો.
3. એક કલાક બાદ આપ ઠંડા પાણીથી તેને ધોઈ લો.
4. અઠવાડિયામાં એક વાર આનો ઉપયોગ આપને ફૅર બનાવી શકે છે.
રેસિપી 6.
જરૂરી સામગ્રીઓ
- અડધી ચમચી ચંદન પાવડર
- અડધી ચમચી મધ
- અડધી ચમચ દહીં
કેવી રીતે બનાવશો
1. આ તમામ સામગ્રીઓ એક વાટકીમાં મેળવી લો.
2. હવે તેને પોતાની ત્વચા પર હળવા હાથે મસાજ કરતા લગાવો.
3. અડધા કલાક બાદ ાપ પોતાની ત્વચાને પાણીથી ધોઈ શકો છો.
4. થોડાક જ દિવસોમાં આને લગાવવાથી આપને પોતાની ત્વચા પર સારો એવો ફરક નજરે પડશે.
રેસિપી 7.
જરૂરી સામગ્રીઓ
- અડધી ચમચી મિલ્ક પાવડર
- 4 ટીપાં બદામ તેલ
- અડધી ચમચી લિંબુનો રસ
કેવી રીતે બનાવશો
1. તમામ સામગ્રીઓ એક વાટકીમાં સારી રીતે મેળવી લો.
2. આને સારી રીતે પોતાની ત્વચા પર લગાવો. કેટલાક કલાકો માટે આમ જ છોડી દો.
3. બાદમાં ઠંડા પાણીથી ધોઈ લો.
4. એક મહિનામાં બેથી ત્રણ વાર આનો ઉપયોગ કરો.
No comments