F 2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ

2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ



વધતી વયમાં આપણે સૌએ ખીલની સમસ્યાઓનો સામનો કર્યો છે કે જે એક સમય બાદ પોતાની મેળે જ સમાપ્ત થઈ જાય છે. જોકે આપણામાંથી ઘણાઓએ આ સમસ્યાનો સામનો 20થી 30 વર્ષ સુધી પણ કર્યો છે.
આવુ ત્યારે થાય છે કે જ્યારે આપની ત્વચાની તેલ વધુ પડતી સક્રિય થઈ જાય છે અને રોમ છિદ્રોને બંધ કરી દે છે. તેલનું પ્રમાણ વધવાથી ત્વચાના ડેડ સેલ, ટૉક્સિન અને ગંદકી પણ રોમ છિદ્રોને બંધ કરી શકે છે કે જેથી ખીલ થઈ જાય છે.
આ ખીલથી છુટકારો પામવા માટે આપ મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો અથવા તો પછી ઘરગથ્થુ નુસ્ખાઓ પણ અજમાવી શકો છો કે જે ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવાતા રહ્યા છે.
જો આપ વિચારી રહ્યા હોવ કે એવા કયા ઘરગથ્થુ નુસ્ખાઓ હોઈ શકે છે કે જે આપની આ સમસ્યાને ઉકેલી નાંખે, તો એનો જવાબ અમારી પાસે છે. આજે અમે બતાવીશું કેટલાક એવા નુસ્ખાઓ વિશે કે જેમની મદદથી આપ ખીલને બાય-બાય કરી શકો છો. આ ઘરગથ્થુ નુસ્ખાઓની મદદથી ભરાયેલા રોમ છિદ્રો ખુલી જશે અને ખીલ વાળા બૅક્ટીરિયા મરી જશે. વધુ માહિતી માટે આગળ વાંચો.
નોટ : અમારૂ સુચન રહેશે કે ખીલ પર ઉપયોગ કરતા પહેલા આપ આ નુસ્ખાઓને પહેલા ત્વચાના થોડાક ભાગ પર લગાવીને જોઈ લો કે ક્યાંક તે આપની ત્વચા પર રિએક્શન તો નથી કરતો.
1. એપલ સીડર વિનેગર

1. એપલ સીડર વિનેગર

એપલ સીડર વિનેગર એસિડિક હોય છે જેના કારણે આ ખીલના ઉપચાર માટે બહુ ફાયદાકારક સિદ્ધ થાય છે. આનાથી ઇન્ફૅક્શન કરવાવાળા બેકટેરીયા પણ મરી જાય છે અને રોમ છિદ્ર પણ ખુલી જાય છે.
2. બરફના ટુકડાઓ :

2. બરફના ટુકડાઓ :

બરફના ટુકડાઓને ઉપયોગ કરવાથી ખીલ વાળા બેકટેરીયા મરી જાય છે અને ડેડ સેલ પણ ત્વચાથી હટી જાય છે.
કેવી રીતે ઉપયોગ કરશો :
સ્વચ્છ કપડાંમાં થોડાક બરફનાં ટુકડાઓ મુકો અને ખીલ વાળી જગ્યા પર સેક કરો. થોડાક મિનિટો સુધી આવુ કરો અને તેના પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આવુ આખો દિવસ સુધી થોડાક સમયે કરતા રહો અને ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવો.
3. બૅકિંગ સોડા :

3. બૅકિંગ સોડા :

બૅકિંગ સોડા એંટી બેક્ટીરિયલ હોય છે તેથી આ ત્વચા માટે ઘણુ લોકપ્રિય છે અને ખીલ માટે પણ સારૂ નિદાન છે.
કેવી રીતે ઉપયોગ કરશો :
અડધી ચમચ પાણીમાં એક ચપટી બૅકિંગ સોડા નાખો. આ પેસ્ટને ખીલ પર લગાવો અને 5 મિનિટ સુધી લાગેલુ રહેવા દો. હવે ચેહરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.
4. મુલ્તાની માટી :

4. મુલ્તાની માટી :

મુલ્તાની માટી ઘણો જૂનો ઉપચાર છે અને આમાં એંટીઑક્સીડેંટસ હોય છે જે ત્વચાની સમસ્યાઓનો રામબાણ ઇલાજ હોય છે. આમાં રોમ છિદ્રતો ખુલી જ જાય છે સાથે-સાથે ખીલ જડથી સમાપ્ત થઈ જાય છે.
કેવી રીતે ઉપયોગ કરશો :
મુલ્તાની માટીમાં ગુલાબજલ મેળવો અને આ પેસ્ટને ખીલ પર લગાવો. આને 10 મિનિટ સુધી લાગેલુ રહેવા દો અને તેના પછી ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વખત આવુ કરવાથી ખીલ નહીં નીકળશે.
5. સીંધવ નમક :

5. સીંધવ નમક :

સોજો અને બળતરાથી મુક્તિ અપવાવાળા ગુણોથી ભરપૂર, સીંધવ નમક પણ ખીલની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજની જેમ છે અને આ ત્વચાની સમસ્યાઓને ઝડપથી હટાવે છે.
કેવી રીતે ઉપયોગ કરશો :
એક નાની ચમચી ગુલાબજલમાં એક ચપટી સીંધવ નમક મેળવો. હવે આને ખીલ પર લગાવો. આને 3 થી 4 મિનિટ સુધી લાગેલુ રહેવા દો અને તેના પછી ઠંડા પાણી ધોઈ નાખો. આવુ અઠવાડિયામાં એક વખત કરવાથી આપની ખીલથી છુટકારો મેળવી શકો છો.
6. ટી ટ્રી ઓઇલ :

6. ટી ટ્રી ઓઇલ :

ટી ટ્રી ઓઇલમાં એંટી બેક્ટીરિયલ અને એક્સફોલિએટ કરવાવાળા ગુણ હોય છે જેનાથી આપની ત્વચામાં વૃદ્ધિ રહે અને બેક્ટીરિયા મરી જાય છે અને રોમ છિદ્રોંની ગંદગી નિકળી જાય છે.
કેવી રીતે ઉપયોગ કરશો :
અડધી ચમચી નારિયેળ તેલમાં બે ટીપાં ટી ટ્રી ઓઇલ મેળવો અને આને ખીલ પર લગોવો. 3 થી 4 મિનિટ પછી આને ઠંડા પાણીથી ધોઈ નાખો. આવું અઠવાડિયામાં એક વખત કરો અને ખીલથી મુક્ત ત્વચા પાવો.
7. હળદર પાવડર :

7. હળદર પાવડર :

હળદર પાવડર પણ સદિઓથી ઉપયોગ થઈ રહ્યો છે અને આમાં એંટીઓક્સીડેંટસ હોય છે જેનાથી આપની ત્વચા અંદરથી સ્વસ્થ બને છે અને રોમ છિદ્ર ગંદગીથી ભરાતા નથી.
કેવી રીતે ઉપયોગ કરશો :
1 નાની ચમચી ગુલાબ જળમાં એક ચપટી હળદર પાવડર મેળવો. આ પેસ્ટને ખીલ પર લગાવો. 5 મિનિટ સુધી લાગેલું રહેવા દો અને તેના પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરો અને ત્વચાની સમસ્યાઓથી છુટકારો પાવો.
8. કાચુ દૂધ :

8. કાચુ દૂધ :

કાચા દૂધમાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે ખીલની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
કેવી રીતે ઉપયોગ કરશો :
ઠંડા કાચા દૂધને ખીલ પર લગાવો. આને ચહેરા પર 10 મિનિટ સુધી લાગેલુ રહેવા દો અને તેના પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં 3 થી 4 વખત આ ઉપાય કરો અને ચહેરા પર તફાવત જુઓ.

No comments