F જો આપ પોતાનું બાળક બ્રિલિયંટ ઇચ્છતા હોવ, તો ડાયેટમાં ખાવો આ 8 આહાર - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

જો આપ પોતાનું બાળક બ્રિલિયંટ ઇચ્છતા હોવ, તો ડાયેટમાં ખાવો આ 8 આહાર

જો આપ પોતાનું બાળક બ્રિલિયંટ ઇચ્છતા હોવ, તો ડાયેટમાં ખાવો આ 8 આહાર



એક બાળકનાં મસ્તિષ્કનો પાયો તેનાં ગર્ભમાં રહેવા દરમિયાન જ નંખાઈ જાય છે. આ તે સમય હોય છે કે જ્યારે તેની બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વને એક પ્રારંભિક સ્વરૂપ મળી રહ્યું હોય છે. આ સમયાનાં વિકાસની તેની શીખવાની ક્ષમતા અને વ્યક્તિત્વ પર ખૂબ જ ઉંડી અસર પડે છે.
એવા ઘણા કારણો છે કે જે એક અજન્મેલા બાળકનાં માનસિક વિકાસ અને બુદ્ધિમત્તામાં વૃદ્ધિ કરવામાં સહાક હોય છે. એક માતાની ફરજમાત્ર પોતાનાં બાળકને મોટું થઈને બુદ્ધિમાન બનાવવાની જ નથી, પણ તેને સગર્ભાવસ્થાથી જ આવનાર જીવન માટે તૈયાર કરવાની પણ ફરજ છે.
સંતુલિત અને સારૂ આહાર ગર્ભમાં ઉછરી રહેલા બાળકનાં માર્ગદર્શનની પ્રથમ સીડી છે. તેથી સગર્ભાવસ્તા દરમિયાન ખાવો આ આહાર અને આ આહાર આપનાં બાળકનાં મસ્તિષ્કનાં વિકાસમાં મદદ કરશે.
1. ગ્રીક દહીં :

1. ગ્રીક દહીં :

દહીંમાં આયોડીન હોય છે કે જે સ્વસ્થ મગજ માટે આવશ્યક છે. કારણ કે આયોડીનની ઉણપથી જ શિશુઓમાં માનસિક સમસ્યાઓ પેદા થાય છે. જો આપ ઇચ્છતા હોવ કે આપનાં બાળકનું મગજ સારી રીતે વિકસિત થાય, તો તેને ગ્રીક દહીં ખવડાવો. તેમાં આયોડીનનું પ્રમાણ અનેક ગણુ વધુ હોય છે. એટલુ જ નહીં, દહીંમાં પ્રોટીન પણ હોય છે કે જે ભ્રૂણનાં વિકાસમાં મદદ કરે છે.
2. વસાયુક્ત માછલી :

2. વસાયુક્ત માછલી :

મગજનાં સંરચનાત્મક વિકાસ અને તેની અંદરનાં અબજો ન્યૂરૉન્સ માટે ડીએચએ જરૂરી હોય છે. સાર્ડિન એક ઑયલી માછલી છે કે જેમાં ડીએચએ હોય છે, પરંતુ સેલ્મન જેવી અન્ય ઑયલી માછલીમાં ડીએચએ તો બહુ હોય છે, પરંતુ તેમાં મર્ક્યુરી પણ હોય છે કે જે ભ્રૂણ માટે ખૂબ જ ખતરનાક છે. તેથી સાર્ડિન જેવી મર્ક્યુરી ધરાવતી માછલી ન ખાવો.
3. ઇંડા :

3. ઇંડા :

જો આપ દરરોજ ઇંડા નથી ખાતાં, તો ખાવાનું શરૂ કરી દો, કારણ કે ઇંડામાં કોલિન હોય છે કે જે મગજનાં વિકાસ માટે જરૂરી છે. માહિતી ગ્રહણ કરવા અને સ્મરણ શક્તિ સારી ત્યારે રહે છે કે જ્યારે મસ્તિષ્કમાં કોલિન મોજૂદ હોય. ઇંડામાં આયરન અને પ્રોટીન હોય છે કે જે મગજનાં વિકાસ માટે જરૂરી છે. કોલિન ઇંડાની ઝર્દીમાં હોય છે. તેથી દરરોજ આખુ ઇંડુ ખાવો, નહિં કે માત્ર ઇંડાની સફેદી.
4. પાલક :

4. પાલક :

સગર્ભા મહિલાઓ માટે ફોલેટ બહુ આવશ્યક હોય છે. ફોલેટ ડીએનએ અને સેલ્સની સંરચનાનાં વિકાસમાં ખૂબ ફાયદાકારકહોય છે. તેનાંથી તંત્રિકા કોશિકાઓનો વિકાસ થાય છે, સાથેજ તેમને કોઈ પણ પ્રકારની ક્ષતિથી બચાવે છે. પાલકમાં ફોલેટ સારા પ્રમાણમાં હોય છે. એટલુ જ નહીં, પાલકને વધુ પકાવી ન ખાવો. તેનાથી તેમાંનું ફોલેટ ખતમ થઈ જાય છે.
5. દાળ :

5. દાળ :

દાળમાં ભરપૂર પ્રોટીન અને ઊર્જા હોય છે. પ્રસૂતિ બાદ દાળને દેસી ઘી સાથે સેવન કરવી લાભપ્રદ હોય છે. માયલેન એક જાતનું કેમિકલ હોય છે કે જેનાથી મગજમાં આસાનીથી કોઈ પણ પ્રકારનાં સિગ્લન મોકલી શકાય છે. દાળમાં આયરન હોય છે કે જેથી માયલેનનું ઉત્પાદન થાય છે.
6. એવકાડો :

6. એવકાડો :

આપણું મગજ 60 ટકા વસાથી બનેલું છે કે જેને ફૅટની જરૂર છે. એવકાડોમાં મોનોઅનસેચુરેટેડ ફૅટ હોય છે કે જેથી મગજનાં વિકાસમાં મદદ મળે છે. એવકાડોથી મગજમાં માઇએલિન પણ બનવાનું શરૂ થઈ જાય છે કે જેનાથી સ્નાયુ તંત્રને ક્ષતિ નથી થતી.
7. કદ્દૂનાં બીજ :

7. કદ્દૂનાં બીજ :

કદ્દૂનાં બીજમાં ઝિંક હોય છે કેજે ભ્રૂનાં મગજ માટે જરૂરી છે. તેને આપ સલાડમાં કે સાદા જ ખાઈ શકો છો.
8. મગફળી :

8. મગફળી :

મગફળીને મગજ માટે સૌથી ઉપયુક્ત આહાર કહેવાયું છે, કારણ કે તેમાં દરેક જરૂરી પોષક તત્વો હોય છે કે જે બાળકનાં મગજ માટે જરૂરી છે. તેમાં પ્રોટીન, ફૅટ, વિટામિન બી અને ફોલેટ હોય છે. તેમાં વિટામિન ઈ હોય છે કે જે ડીએચએ માટે જરૂરીહોય છે. મગફળીને આપ પકાવીને કે કાચી પણ ખાઈ શકો છો.

No comments