પેશાબનો દુખાવો અને બળતરાને દૂર કરવાના ઘરગથ્થું ઉપાય
પેશાબનો દુખાવો અને બળતરાને દૂર કરવાના ઘરગથ્થું ઉપાય
પેશાબમાં દુખાવો અને બળતરા થવી એ અકે સામાન્ય બાબત છે. આ હેરાનગતિ ઘણાં લોકોને થાય છે, જે ઘણાં મહિનાઓ સુધી પણ ચાલી શકે છે અને જલદી સારી પણ થઈ શકે છે. આ સમસ્યા મહિલાઓ અને પુરુષો બંનેને પણ થાય છે, પરંતુ વધારે પડતી આ હેરાનગતિ મહિલાઓમાં જોવા મળે છે.
આ સમસ્યાને ડિસ્યેરીઆ પણ કહેવામાં આવે છે, જેમાં પેશાબ કરતી વખતે બળતરા અને દુખાવાનો અહેસાસ થાય છે. કયારેક કયારેક શરીર ઓવરહીટ પણ થઈ જાય છે. આ કોઈ બિમારી નથી પરંતુ આ એક બિમારીનો સંકેત હોઈ શકે છે. આ સમસ્યા ૧૮ થી ૫૦ સુધીના લોકોમાં ખૂબ જ સામાન્ય હોય છે.
પાણીની માત્રા વધારી દો
પાણી, શરીરમાં સંક્રમણ ફેલાવવાવાળા બેક્ટેરિયા તથા શરીરની ગંદકીને બહાર નીકાળી દેશે. સાથે સાથે આ ડીહાઈડ્રેશનથી પણ મુક્તિ અપાવશે. તમે ઇચ્છોતો પાણીવાળા ફળોનો ઉપયોગ પણ કરી શકો છો.
ગરમ પાણીથી શેકવું
તમે દુખાવાને ગરમ પાણીથી શેકીને પણ ઓછો કરી શકો છો. તેનાથી બ્લૈડરનું પ્રેશર ઓછું થશે અને દુખાવો પણ દૂર થઈ જશે. તેને પાંચ મિનિટ માટે રાખો, થોડીવાર માટે થોભો અને ફરી પાછા કરો.
એપલ સાઈડર વિનેગર
એપલ સાઈડર વેનિગરમાં એંટિબેક્ટિરીયલ અને એંટીફંગલ ગુણ હોય છે, જેનામાં સંક્રમણથી લડવા માટે રાહત મળે છે. આ ઉપરાંત આ શરીરના પ્રાકૃતિક પીએલ લેવલને પણ બેંલેન્સ કરે છે. ૧ ચમચી એપલ સાઈડર વેનિગરમા ૧ ચમચી શુદ્ધ ગરમ પાણી મિક્સ કરો. પછી તેને દરરોજ બે વાર પીવો.
ખાવાનો સોડા
આ એક અલ્કલાઈન કંપાઉન્ડ છે જે યુરીનની એસિડીટીને ઓછી કરે છે અને દુખાવો પણ ઓછો કરે છે. આ શરીરના પીએલ લેવલને બેંલન્સ પણ કરે છે. એક ગ્લાસમાં ૧ ચમચી બેકિંગ સોડા મેળવો. પછી તેને ખાલી પેટ પી લો. એક અઠવાડિયા સુધી રોજ આમ કરો.
સાદુ દહી
આ પેટના ખરાબ બેક્ટેરિયાને દૂર કરી સારા બેક્ટેરિયાનો વિકાસ કરે છે. રોજ ૨ કે ૩ કપ સાદુ દહી ખાવ. તમે ઈચ્છો તો તેને વેજાઈનામાં પણ ૨ કલાક રાખી શકો છો. આમ દિવસમાં બે વાર કરો, જ્યાં સુધી આરામ ના થાય.
લીંબુ
તેમા રહેલા સિટ્રિક એસિડ અને મજબૂત એંટિબેક્ટિરીયલ તથા એંટીવાઈરલ ગુણ, તમારી સમસ્યાને દૂર કરશે. હૂંફાળા ગરમ પાણીમાં ૧ લીંબુ નીચોવો અને ૧ ચમચી શુદ્ધ મધ મિક્સ કરો. પછી તેને ખાલી પેટે દરરોજ સવારે પીવો.
આદું
સંક્રમણને દૂર કરવા માટે આદુ ખૂબ જ સારું ગણવામાં આવે છે. તેમાં એંટીવાઈરલ અને એંટીબેક્ટિરીયલ ગુણો મળી આવે છે. દરરોજ દિવસમાં એકવાર ૧ ચમચી આદુની પેસ્ટમાં શુદ્ધ મધ મિક્સ કરો અને સેવન કરો. તમે હૂંફાળા ગરમ દૂધમાં ૧ ચમચી આદુના રસને મિક્સ કરીને રોજ એકવાર પી શકો છો. કે પછી દરરોજ બે વાર આદુની ચા બનાવીને પીવો.
ખીરું
ખીરામાં ૯૫ પ્રતિશત પાણી હોય છે, જેને ખાવાથી શરીર હમેશા હાઈડ્રેટ રહે છે અને બેક્ટેરીયાનો નાશ થાય છે. સાથે સાથે તે શરીરનું તાપમાન પણ નોર્મલ રાખે છે. ૧ કપ ખીરના જ્યુસમાં ૧ ચમચી શુદ્ધ મધ અને લીંબુ નીચોવીને નાંખો. મિક્સ કરીને દિવસમાં બે વાર લો. કે પછી ૨ કે ૩ ખીરા રોજ ખાઓ.
આખા ધાણા
૧ કપ પાણીમાં ૧ નાની ચમચી આખા ધાણા ઉકાળો. જ્યારે તે ઠંડું થઈ જાય ત્યારે તેને દિવસમાં બે વાર પીવો. કે પછી તમે ૩ કપ પાણીમાં ૧ ચમચી આખા ધાણા પાઉડર મિક્સ કરો અને તેને આખી રાત ઢાંકીને રાખી દો. પછી બીજા દિવસે તેમાં થોડો ગોળ નાંખીને મિક્સ કરી અને ૧ કપ, દિવસમાં ૩ વાર પીવો.
મેથી
દરરોજ દિવસમાં બે વાર છાશમાં અડધી ચમચી મેથી પાઉડર મિક્સ કરીને પીવો. મેથી વેજાઈના પીએલ લેવલને બેંલેન્સ કરશે અને કોઈપણ પ્રકારના સંક્રમણથી રક્ષણ કરશે.
જનનાંગને વારંવાર ધોવો
જનનાંગની સ્વચ્છતા રાખો. કેટલીક વાર, યોની કે લિંગમાં સંક્રમણ હોવાના કારણથી પણ મૂત્રમાર્ગને પ્રભાવિત કરે છે. જો તમને આ સમસ્યા થઈ ચૂકી છે તો હવેથી થોડી સાવધાનીઓ રાખો, જેવી રીતે દિવસમાં ૨ થી ૩ વાર જનંનાગ ધોવો.
No comments