F આ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

આ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ

આ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ


સામાન્ય રીતે જોવામાં આવે છે કે માતા-પિતા પોતાના બાળકોની હાઇટને લઈને ચિંતામાં રહે છે અને તેને વધારવા માટે અનેક ઉપાયો પણ કરે છે.
જોકે હાઇટની બાબત બાળકના જીન પર નિર્ભર કરે છે, પરંતુ અનેક કિસ્સાઓમાં આવું પણ જોવામાં આવે છે કે બાળકોની હાઇટ ખાન-પાનનાં કારણે નથી વધતી.
જો આપનું બાળક પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે, તો આ ફૂડ્સ ખવડાવવાનું શરૂ કરી દો...
ઇંડામાં હોય છે પ્રોટીન

ઇંડામાં હોય છે પ્રોટીન

ઇંડુ શરીરનાં વિકાસ માટે બહુ જ ફાયદાકારક હોય છે અને ઇંડામાં પ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે.
પોતાનાં બાળકને દરરોજ ઓછામાં ઓછું એક ઇંડુ તો જરૂર ખવડાવો.
સોયાબીન્સ ખવડાવો

સોયાબીન્સ ખવડાવો

સોયાબીન ખાવાથી હાડકાંઓ અને માંસપેશીઓ મજબૂત થાય છે. તેમાં પણ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે કે જે શરીરનાં વિકાસમાં મદદ કરે છે.
તેને દરરોજના ભોજનમાં સામેલ કરવાનું ન ભૂલો.
ચિકન

ચિકન

જરૂરી નથી કે આપનું બાળક ચિકન ખાય, પરંતુ જો તે ખાય છે, તો તે તેના આહારમાં જરૂર સામેલ કરો, કારણ કે ચિકન પણ પ્રોટીનનું સારૂ સ્રોત છે.
ઓટમીલ

ઓટમીલ

ઓટમીલમાં પ્રોટીન હોય છે અને તેમા જરા પણ ફૅટ નથી હોતું. તેથ ીબાળકોને ઓટમીલ જરૂર ખવડાવો.
દૂધ

દૂધ

કૅલ્શિયમનો ભંડાર ગણાતું દૂધ આપનાં શિશુ માટે મહત્વનું છે. દરરોજ માત્ર એક ગ્લાસ દૂધ પીવાથી આપનાં બાળકની હાઇટ જરૂર વધશે.
પાલક

પાલક

પાલકમાં આયર્ન હોય છે અને તેના નિયમિત સેવનથી બાળકની હાઇટ જરૂર વધે છે. પાલક બાળકનાં શરીરને તાકાતથી ભરપૂર કરી દે છે.
જો આપનું બાળક પાલક નથી ખાતું, તો સૅંડવિચમાં પાલક મેળવી ખવડાવી શકો છો.
આખું અનાજ

આખું અનાજ

આખા અનાજમાં વિટામિન બી હોય છે કે જે બાળકના વિકાસ માટે યોગ્ય છે.
જો આપનું બાળક આખુ અનાજ ખાય છે, તો તેનો આહારમાં જરૂર સમાવેશ કરો.
માછલી

માછલી

માછલીમાં પ્રોટીનનો ભંડાર હોય છે. જો આપે પોતાનાં બાળકને માછલી ખવડાવી અને નિયમિત આહારમાં તેનો સમાવેશ કર્યો, તો આપનાં બાળકનું કદ ક્યારેય નાનુ નહીં રહે.

No comments