F વધારે ટીવી જોવાથી થાય છે આ બીમારીઓ, આ વસ્તુઓને ખાઈને કરો બચાવ - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

વધારે ટીવી જોવાથી થાય છે આ બીમારીઓ, આ વસ્તુઓને ખાઈને કરો બચાવ

વધારે ટીવી જોવાથી થાય છે આ બીમારીઓ, આ વસ્તુઓને ખાઈને કરો બચાવ



મોટાભાગે લોકો જ્યારે પણ ફ્રી હોય છે તો તે ટીવીનું રિમોટ લઈને બેસી જાય છે અને મોડા સુધી ટીવી જુએ છે. તમને જણાવી દઈએ કે અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આવુ કરવાથી તમારા પગ, હાથ, પેલ્વિસ અને ફેફસાની નસોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ જાય છે જેને વિનસ થ્રોમ્બ્રોઈમ્બોલિજ્મ કહેવામાં આવે છે.
તેના ઉપરાંત મોડાં સુધી ટીવી જોવાથી તમને હદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે. જો તમે પણ આવુ કરતા હોય તો તમારે તમારી આ આદતને ઝડપી છોડી દેવી જોઈએ કારણ કે તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
યુએસના વરમોંટ યુનિવર્સિટીના મેરી કુશમેનના અનુસાર ટીવી જોવામાં કોઈ સમસ્યા નથી પરંતુ ટીવ જોતા જોતા તમે ઘણાં વધારે સ્નેક્સ વગેરે ખાતા હોવ તો તેનાથી તમને સમસ્યા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ૪૫ થી ૬૪ વર્ષના ૧૫,૧૫૮ લોકો પર એક શોધ કરવામાં આવી જેમાં એ સામે આવ્યું કે જે લોકો ટીવી નથી જોતા એમની તુલનામાં ૧૭ ગુણા વધારે વીનસ થ્રોમ્બ્રોઈમ્બોલિજ્મની સમસ્યા હોય છે જે વધારે ટીવી જુએ છે કે ઓછું જુએ છે. વધારે ટીવી જોવાના કારણે થનારી બીમારીઓથી બચવા માટે અમે તમને કેટલીક વસ્તુ જણાવી રહ્યાં છીએ.

૧. તજ:

૧. તજ:

તજનું સેવન કરવાથી બ્લડ વેસેલ્સમાં થનાર ક્લોટિંગને રોકવામાં મદદ મળે છે. એટલા માટે તમે તમારા ડાયેટમાં તેને જરૂર શામેલ કરો જેને બ્લડ ક્લોટિંગની સમસ્યા ના થાય.

૨. હળદર:

૨. હળદર:

હળદર તમને એન્ટી-ઈન્ફલોમેટ્રી ગુણ અને બ્લડને પાતળું કરવા માટે જાણીતી છે. દરરોજ તમારા ડાયેટમાં તેનો ઉપયોગ કરવાથી બ્લડ ક્લોટ બનવાને રોકવામાં મદદ મળે છે.

૩. ફુદીનો:

૩. ફુદીનો:

ફુદીનામાં વિટામીન K ની વધારે માત્રા હોવાના કારણે તે બ્લડ ક્લોટને રોકવામાં સહાયક થાય છે. ફુદીનો ના માત્ર તમારા બ્લડના પ્રવાહને વધારે છે પરંતુ તે તમારા હદયને પણ સ્વસ્થ રાખે છે.
આ બધા ઉપયો ઉપરાંત તમારી આદતોમાં બદલાવ લાવો અને ટીવીની સામે ઓછામાં ઓછો સમય વીતાવો. તમારા સમયનો સદઉપયોગ કરતા શીખો અને પોતાની લાઈફસ્ટાઈલમાં સુધારો લાવો.

No comments