F મોટા-મોટા રોગોનો સફાયો કરવામાં નંબર ૧ છે લીલાં ધાણાનો જ્યૂસ - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

મોટા-મોટા રોગોનો સફાયો કરવામાં નંબર ૧ છે લીલાં ધાણાનો જ્યૂસ

મોટા-મોટા રોગોનો સફાયો કરવામાં નંબર ૧ છે લીલાં ધાણાનો જ્યૂસ




સ્વાસ્થ્ય લાભો માટે ધાણાનો જ્યૂસ એક સારો વિકલ્પ છે. તેમાં અનેક ફાયટોન્યૂટ્રીયંટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. નારિયેળની જેમ જ ધાણાનો પ્રત્યેક ભાગ, જડ, ડાંડી, પત્તા અને બીજ બધુ ઉપયોગી છે.
તે ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ કરે છે, તેમાં એન્ટીસેપ્ટિક તાકાત અને વાયુનાશક ગુણ હોય છે. ધાણાના પત્તાનો લીલોં રંગ તમને કારેલાની યાદ અપાવે છે પરંતુ તેનો સ્વાદ અને સુગંધ સારી હોય છે.
હર્બલ અને મસાલના જેમ ઉપયોગમાં લેવામાં આવવાના કારણે વિશ્વમાં તેની માંગ ખૂબ વધારે છે અને સૌથી સારી વાત એ છે કે તે ખૂબ સરળતાથી મળી રહે છે અને સસ્તો પણ હોય છે. તો આવો ધાણાના જ્યૂસથી થનાર સ્વાસ્થ્ય લાભ વિશે જાણીએ અને ફિટ રહેવા માટે તેનો દરરોજ ઉપયોગ કરીએ.

૧. બ્લડ પ્રેશરને ઓછો કરવું:

૧. બ્લડ પ્રેશરને ઓછો કરવું:

ધાણામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનિઝ અને આયરન જેવા તત્વો મળી આવે છે જે તેને એવો જ્યૂસ બનાવે છે જેનો ઉપયોગ સવારન સમયે કરવો સારો હોય છે. તેમાં પોટેશિયમ વધારે માત્રામાં અને સોડિયમ ઓછી માત્રામાં મળી આવે છે જે હદયની ધડકન અને બ્લડ પ્રેશને નિયંત્રિત કરે છે. તમે ધાણાના તાજા પત્તાનો જ્યૂસ બનાવી શકો છો અને સ્વાદ માટે તેમાં ઓલિવ ઓઇલ કે બદામ મેળવી શકો છો.

૨. સારી ઉંઘ માટે:

૨. સારી ઉંઘ માટે:

કેટલાંક લોકોને ઉંઘ ના આવવાની સમસ્યા હોય છે. આ વાતને વિજ્ઞાન પણ સિદ્ધ કરી ચૂક્યું છે કે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ધાણાનો જ્યૂસ પીવાથી તમને આરામ અનુભવાશે અને વગર કોઈ દવાના સેવને તમને સારી ઉંઘ આવે છે. પ્રાકૃતિક રીતે તેમાં કેટલાક સેડેટિવ તત્વ હોય છે જે એન્ટીએન્ગ્જાયટી દવાની જેમ કાર્ય કરે છે.

૩. પાચનમાં લાભ:

૩. પાચનમાં લાભ:

ધાણાના પત્તાના જ્યૂસથી થનાર એક બીજો લાભ એ છે કે તે તમારા પાચનતંત્રને ઠીક રીતે કામ કરવામાં સહાયતા પ્રદાન કરે છે. જો તમે પેટ ફુલવું, હાર્ટ બર્ન કે અપચા જેવી સમસ્યાથી હેરાન છો તો આ તમારા માટે લાભદાયક છે. ધાણાના પત્તાનો રસ પીવાથી તમે ગરમ અને મસાલેદાર ખાવાનું ખાઈ શકો છો કેમકે આ કુલિંગ એજન્ટની જેમ કરે છે.

૪. શરીરને ડિટોક્સીફાઇ કરે છે:

૪. શરીરને ડિટોક્સીફાઇ કરે છે:

તેમાં પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક ગુણ મળી આવે છે. તે શરીરને ડિટોક્સીફાઈ કરે છે અને શરીરને ઘણા પ્રકારના સંક્રમણોથી બચાવે છે. દરરોજ ધાણાનો જ્યૂસ પીવાથી તમે પાણી અને ખાદ્ય પદાર્થથી થનાર બીમારીઓથી બચી શકો છો.

૫. હાડકાંની મજબૂતી માટે:

૫. હાડકાંની મજબૂતી માટે:

એક ગ્લાસ ધાણાના પત્તાનો રસ હાડકાંને મજબૂતી આપે છે કેમકે તેમાં કેલ્શિયમની ભરપૂર માત્રા મળી આવે છે. તેમાં કેટલાક ખનીજ મળી આવે છે જે હાડકાંની સઘનતા વધારે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. તેના ઉપરાંત તે હાડકાં ટુટવા પર તેને જોડવામાં પણ મદદરૂપ થાય છે.

૬. હદયને લાભ:

૬. હદયને લાભ:

જી હાં, હદયને સ્વસ્થ બનાવવા માટે ધાણાનો જ્યૂસ ખૂબ ઉપયોગી છે. ધાણામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તેનાથી હદર યોગ્ય રીતે કામ કરી શકે છે.

૭. એન્ટી-ડાઈબિટીક ગુણ:

૭. એન્ટી-ડાઈબિટીક ગુણ:

ધાણાને એન્ટી ડાઈબિટીક હર્બલ કહેવામાં આવે છે. તેના પ્રાકૃતિક ઘટકોના કારણે ધાણાના પત્તાના રસમાં બ્લડ શુગરને નિયંત્રિત અને સ્થિર રાખવાનો ગુણ હોય છે. ડાઈબિટીઝના દર્દીઓ માટે આ જ્યૂસ ખૂબ ઉપયોગી છે.

૮. ત્વચાની સમસ્યાઓને દૂર કરવી:

૮. ત્વચાની સમસ્યાઓને દૂર કરવી:

ધાણાના જ્યૂસમાં એન્ટીસેપ્ટિક, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટસ મળી આવે છે જે તમારી ત્વચાને લગભગ બધી બીમારીઓથી બચાવે છે. એક્જિમા, શુષ્ક ત્વચા કે બીજા ફંગલ સંક્રમણો થી ઘેરાયેલા વ્યક્તિઓને આ રસનું સેવન જરૂર કરવું જોઈએ.

No comments