F એસિડીટીનાં કારણે પેટમાં દુઃખાવો છે, તો કરો આ ઉપચાર - Dr.RAJVADHER

Header Ads

ads header

Letest Post

એસિડીટીનાં કારણે પેટમાં દુઃખાવો છે, તો કરો આ ઉપચાર

એસિડીટીનાં કારણે પેટમાં દુઃખાવો છે, તો કરો આ ઉપચાર



જો આપને એસિડીટી, પેટનાં દુઃખાવા અને ગૅસની સમસ્યા એક સાથે જ થઈ જાય, તો અમારા જણાવેલા આસાન ઘરગથ્થુ ઉપચારો અજમાવવાનું ન ભૂલો. એસિડિટી એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે કે દરરોજ કોઇકને કોઇકને થતી હોય છે.
જ્યારે એસિડિટી થાય છે, ત્યારે છાતીમાં બળતરા થવા લાગે છે. ઉપરાંત ગળામાં બળતરા અને અપચો પણ તેનાં લક્ષણોમાં સામેલ છે. એક તરફ અપચાનાં કારણે ગભરામણ થાય છે, ખાટા ઓડકાર આવે છે, તો બીજી તરફ ખાટા ઓડકારો સાથે ગળામાં બળતરા જેવું પણ અનુભવાય છે.
પરંતુ આપણા કિચનમાં જ એટલી બધી પ્રાકૃતિક દવાઓ મોજૂદ છે કે જેમનું સેવન કરવાથી આપની એસિડિટીની સમસ્યા ફટાકથી ગાયબ થઈ જશે.
home remedies for stomach pain
ઠંડુ દૂધ
એસિડિટીનાં પેટનાં દુઃખાવાને દૂરકરવા માટે ફ્રીઝમાં મૂકી રાખેલું ઠંડુ દૂધ બહુ કામ આવી શકે છે. જો રાત્રે એસિડિટી થાય, તો ઠંડુ દૂધ પીવો.
home remedies for stomach pain
છાશ કે મટ્ઠો
છાશમાં એક ચપટી મીઠું નાંખીને પીવો. આપને 5 મિનિટમાં રાહત મળી જશે. તેને કાળી મરી નાંખ્યા વગર જ પીવો.
home remedies for stomach pain
ગ્રીન ટી
ચા પીવાનાં સ્થાને ગ્રીન ટી પીવો, કારણ કે તેમાં એંટીઑક્સીડંટ હોય છે કે જે ઇન્ફેક્શન તેમજ એસિડિટીને વહેલાસર સાજી કરે છે. આપ ઇચ્છો, તો ગ્રીન ટીમાં લિંબુનો રસ પણ મિક્સ કરી શકો છો.
home remedies for stomach pain
એપ્પલ સાઇડ વેનિગર
એક ગ્લાસ ઠંડા પાણીમાં 1 નાની ચમચી એપ્પલ સાઇડર વેનિગર મિક્સ કરો અને ધીમે-ધીમે કરીને પીવો. તેનાથી આપનાં પેટને રાહત મળશે અને ઇન્ફેક્શન પણ દૂર થશે.
home remedies for stomach pain
ચોખાનું પાણી
ચોખાને ખુલ્લી તપેલીમાં પકવી તેનું પાણી કાઢી તેમાં લિંબુનો રસ મિક્સ કરો. તેને પીવો અને એસિડિટીથી રાહત પામો.
home remedies for stomach pain
લિંબુ પાણી
દરરોજ નરણા કોઠે લિંબુ પાણી પીવો. તેનાથી આપને પેટમાં ક્યારેય એસિડિટી નહીં થાય આપ તેને પીને પોતાનું વજન પણ ઘટાડી શકો છો.

No comments